AHAVADANGGUJARAT

“અચ્છે અચ્છે કો ઢીલા કર દી”અમરીશપુરીનો ડાયલોગ વાળો વિડિઓ ઈન્સ્ટાગ્રામ પર અપલોટ કરતા બે પક્ષો બાખડયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ધોડવહળ ગામે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી થતા સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ..

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ધોડવહળ ગામ ખાતે રહેતા એક યુવકે “અચ્છે અચ્છે કો ઢીલા કર દી” તેવા અમરીશપુરીના  ડાયલોગ સાથે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. ત્યારે ગામના જ કેટલાક યુવાનો આવ્યા હતા અને આ વીડિયો ને લઈને વાંધો ઉઠાવ્યો હતો.જે બાદ આ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.અને એકબીજાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.જે બાદ સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ધોડવહળ ગામ ખાતે રહેતા પ્રદીપ કૃષ્ણભાઈ ચૌધરીએ ઈન્સ્ટાગ્રામમાં “અચ્છે અચ્છે કો ઢીલા કર દી” તેવા અમરીશપુરીના ડાયલોગ વાળો દાદાગીરી વાળા વિડીયો બનાવી અપલોડ કરેલ હતો.ત્યારે આ વીડિયોને લઈને  તેમના ગામમાં રહેતા યોહાન શ્રીરામભાઈ  માહલા, વિશાલ બાપુભાઇ દેશમુખ અને હેમરાજ રામચંદ્રભાઇ જાદવ એમ ત્રણ જણા પ્રદીપ કૃષ્ણ ચૌધરીના ખેતરે તેમને કહેવા ગયા હતા.જ્યાં ત્રણેય જણાએ પ્રદીપ ચૌધરીને કહ્યું હતુ કે,તમે તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર તારા ભાઇ સાથે દાદાગીરી વાળો વિડીયો કેમ અપલોડ કરેલ છે. એમ કહેતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થવા લાગી હતી.ત્યારે આ મામલો ઉગ્ર બનતા ધોડવહાળ ગામમાં જ રહેતા પ્રદીપ ચૌધરી, શકુંતલાબેન કૃષ્ણભાઈ ચૌધરી, દેવાજુભાઈ બંસ્યાભાઈ, સુરેશ સખારામભાઈ ચૌધરી  અને યોહાન શ્રીરામભાઈ  માહલા, વિશાલ બાપુભાઇ દેશમુખ હેમરાજ રામચંદ્ર ભાઇ જાદવ વચ્ચે મારામારી તથા ઝઘડો થવા પામ્યો હતો. જે બાદ આ સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો. અને સાપુતારા પોલીસ મથકે બંને પક્ષોએ સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.હાલમાં સાપુતારા પોલીસની ટીમે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!