GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં છઠ પૂજાની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૧૦.૨૦૨૫

સમગ્ર દેશભરમાં ભવ્ય છઠ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભક્તોના 36 કલાકના પાણી વગરના ઉપવાસનો પ્રારંભ તા.27 ઓક્ટોબર સોમવારના સાંજથી થયો છે. છઠ ઉત્સવના સોમવારે સાંજે સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યા હતા.ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં પણ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી.દિવાળી પછી આવતી કારતક સુદ છઠનું ઉત્તર ભારતીય સમાજમાં ધાર્મિક મહત્વ વિશેષ છે.મનવાછીત ફળ પ્રાપ્ત કરવા માટે પરિણીત મહિલાઓ ચાર દિવસનું વ્રત કરે છે.જેમાં સૂર્યનારાયણ અને છઠ્ઠી દેવીની પૂજા કરવામાં આવે છે.36 કલાકના ઉપવાસ બાદ છઠની સાંજે નદી તળાવના કાંઠે આથમતા સૂર્યની સંધ્યા પૂજા અને છઠ્ઠી દેવીનું પૂજન થાય છે. અને સાતમની સવારે ઊંઘતા સૂર્યનું પૂજન કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.જેને લઇને સોમવારે સાંજે અને મંગળવારે વહેલી સવારે હાલોલ પાવાગઢ રોડ પર આવેલ સિંધવાવ માતાના મંદિર નજીક આવેલ તળાવ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને છઠની પૂજા અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!