GUJARATTHARADVAV-THARAD

જનક હોટેલમાં ઘરવપરાશના ગેસ સિલિન્ડર મળતાં કાર્યવાહીનો માહોલ

પુરવઠા મોમલદાર આ બાબતમાં ભીનું ના સંકીલે તો હજુ અન્ય હોટલોમાં મળી શકે છે ગેસ સિલિન્ડ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ શહેરમાં ઘરવપરાશ માટેના ગેસ સિલિન્ડરની અછત વચ્ચે પુરવઠા તંત્ર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાતા હોટેલ સંચાલકોમાં હડકંપ મચી ગયો હતો. પુરવઠા મામલતદારની ટીમે શહેરની વિવિધ હોટલોમાં તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન થરાદની જનક હોટલમાંથી ઘરવપરાશ માટેના ગેસ સિલિન્ડર મળી આવતા ટીમે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘરવપરાશ માટેના સિલિન્ડરનો વ્યાવસાયિક ઉપયોગ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘરવપરાશના સિલિન્ડરનો હોટલ જેવા વ્યાવસાયિક સ્થળે ઉપયોગ કરવો નિયમ વિરુદ્ધ માનવામાં આવે છે. ત્યારે પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને હોટેલ સંચાલક સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોમાં પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જ્યારે સામાન્ય લોકોને ગેસ સિલિન્ડર માટે રાહ જોવી પડે છે ત્યારે કેટલાક હોટેલ સંચાલકો ઘરવપરાશના સિલિન્ડરનો વ્યાવસાયિક ઉપયોગ કરતા હોવાનો મુદ્દો ગંભીર માનવામાં આવી રહ્યો છે.

 

Back to top button
error: Content is protected !!