GUJARATIDARSABARKANTHA

વડાલીમાં 42 કરતા વધુ અરજદારોને જાણ બહાર બેંકમાં ખાતાં ખોલાનારાઓ સામે કાયૅવાહી ક્યારે…!

સાબરકાંઠા….

વડાલીમાં 42 કરતા વધુ અરજદારોને જાણ બહાર બેંકમાં ખાતાં ખોલાનારાઓ સામે કાયૅવાહી ક્યારે…!

અલગ અલગ બેન્કોમાં ખાતા ખોલી અરજદારોની જાણ બહાર લાખોના ટન ઓવર થયાની ચર્ચા…

સામાન્ય રીતે વર્ષ 2016માં નોટબંધી બાદ બેંકમાં એકાઉન્ટ માટે અરજદારોને ખૂબ મુશ્કેલી સર્જાતી હોય છે. જોકે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં કંઈક એવી ઘટના સામે આવી છે જેને પગલે સમગ્ર જિલ્લામાં હડકંપ સર્જાયો છે. વડાલી ખાતે એક જ સમાજના આશરે પાંચસો કરતાં વધુ અરજદારોને પાનકાર્ડ નીકાળી આપવાની લાલચ આપી અરજદારોની જાણ બહાર અલગ અલગ બેંકના ખાતા ખોલ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વર્ષ 2016 માં સરકારે નોટ બંધી કરી ત્યારબાદ એક્જ સમાજના પાંચસો કરતા વધુ અરજદારોના અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાયા હોવાનું બહાર આવ્યુ છે. જૉકે છેલ્લા કેટલાક વર્ષોથી અરજદારોને અંધારામાં રાખી અલગ અલગ બેંકોમાં એક્જ સમાજનાં પાંચસો કરતા વધુ અરજદારોના ડીમેંટ તેમજ સેવિંગ એકાઉન્ટ માં લાખોનું ટન ઓવર કરવામાં આવ્યાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે વડાલીમાં સગર સમાજનાં પાંચસો કરતા વધુ અરજદારોએ સમાજમાં ચાર વ્યક્તિઓને સમાજની વરચે બોલાવી પોતાનાં કામોની કબૂલાત કરનારા ચાર ઈસમો વિરુદ્ધ સામાજિક સમાધાન ન થયાં હવે અરજદારો પોલીસ તંત્ર પાસે ન્યાય નિ મીટ માંડી બેઠ્યા છે. જૉકે લાખોનું ટન ઓવર કરનાર એક સરકારી કર્મચારી છે તો અન્ય ત્રણ રાજકીય વર્ગ સહિત સરકારી વર્ગમાં અગ્રેસરતા ધરાવે છે. જૉકે વર્ષ 2016 થી સતત અરજદારોના બૅન્ક એકાઉન્ટમાં લાખોનું ટન ઓવર થયેલું હોવાનું અરજદારની ધ્યાને આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલના સમયે ભોગ બનનાર અરજદારો ન્યાય માટે તેમજ ન્યાયિક તપાસ માટે તંત્રમાં આજીજી કરી રહ્યા છે જૉકે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહીના શ્રીગણેશ કરાતા નથી. જેને પગલે અરજદારો જાણ બહાર ખુલેલા ખાતા ઓની સાચી હકીકત જાણવા તેમજ સાચા પરિણામને લઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કેવા અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે ખૂબ મહત્વનું બની રહે છે જૉકે બેન્કમાં અરજદારોને અંધારામાં રાખી ખાતામાં ટ્રાન્સફર કરી ટન ઓવર કરનારા વ્યક્તિઓ અરજદારોને ખુલ્લી ધાકધમકી આપી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો કરોડોનું કોભાંડ થયું હોવાની આશંકા વર્તાઈ રહી છે. તેમજ બૅન્કમાં અરજદારોની જાણ બહાર ખુલેલા ખાતાના તાર નોટબંધી સાથે જોડાયેલા હોવાની સ્થાનિક ચર્ચાએ વેગ પકડ્યો છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!