PRANTIJSABARKANTHATALOD

પ્રાંતિજ તાલુકાના વાઘપુર ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું ઉત્સાહભેર સ્વાગત કર્યું

પ્રાંતિજ તાલુકાના વાઘપુર ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું ઉત્સાહભેર સ્વાગત કર્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા

આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ગામના સરપંચશ્રી, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!