વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ ABVPનાં એગ્રીવિઝન આયામનાં કાર્યકર્તાઓ દ્વારા માટીથી ઇકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થીનાં થીમ પર સ્વહસ્ત નિર્મિત શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી.અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી ની થીમ સાથે પર્યાવરણને બચાવવા માટેનો એક અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.પર્યાવરણીય પ્રદૂષણ એ હાલના સમયમાં ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો છે.ત્યારે પર્યાવરણને બચાવવા માટે નો સંદેશ આપવાના હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એગ્રીવિઝન આયામના નગર કાર્યકર્તાઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થીના થીમ ઉપર સ્વહસ્ત નિર્મિત માટીની શ્રીજીની પ્રતિમાનું વિધિવત સ્થાપના કરી હતી.જેને લઈને વઘઈના સંયોજક મીતભાઈ ધંધુકિયા અને કૃષિ વિશ્વવિદ્યાલય સંયોજક કેશવભાઈ કશ્યપે જણાવ્યું હતું કે, એગ્રીવિઝનનાં કાર્યકર્તાઓ દ્વારા ઘર આંગણામાં માટી દ્વારા ગણેશજીની પ્રતિમાનો નિર્માણ કરવામાં આવેલ છે.અને તેની સ્થાપના કરવામાં આવેલ છે.જે દસમા દિવસે ઘર આંગણે જ વિસર્જન કરવામાં આવશે. અને તેમાંથી જે માટી મળશે તેના દ્વારા તુલસીના છોડવાનો રોપણ કરવામાં આવશે. અને પર્યાવરણની રક્ષા કરવા માટે પ્રતિજ્ઞા લઈશુ.આમ કરવાથી નદી પણ પ્રદૂષિત થશે નહીં અને એક પ્રાણમાંથી બીજા પ્રાણનું નિર્માણ થશે જે આજના યુવાનો માટે ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રેરણા રૂપ સંદેશો બની રહેશે એવી આશા સેવાઈ રહી છે..