
તા.૨૯.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર

Sanjeli:સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે બે મિનિટનું મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ઉનાળા વેકેશનમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, એકલવ્ય, સૈનિક શાળા,CET પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. અનાથ અને અપંગ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલામાં ઘટનાને લઈને આતંકીઓ દ્વારા નિર્દોષ હિન્દુ પર્યટકો પર હુમલો કરી ૨૮ જેટલા હિન્દુ પર્યટકોને નિર્મમ હત્યા કરવામાં આવી છે ત્યારે સમગ્ર દેશમાં રોષ છે ત્યારે ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા દ્વારા તાલીમ વર્ગ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળીને નિર્દોષ મૃતકોને દિવ્ય આત્માઓને શાંતિ મળે તે માટે મૌન સાથે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.મોરા તાલીમ વર્ગના સંચાલક અશ્વિનભાઈ સી. સંગાડા, સુખસર તાલીમ વર્ગના સંચાલક રાજુભાઈ મકવાણા તેમજ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આમ ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી



