GUJARAT

કલા શરીફ ખાતે ૩૬ મી રકતદાન શિબિર યોજાઇ જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કર્યું

ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, યુનીટી બલડ બેંક, રેડક્રોસ ભરુચ,ધવની બલડ બેંક, જલારામ બ્લડ બેંક, આયુશ બ્લડ બેંક, એસ એસ જી બ્લડ બેંક તેમજ ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ૩૬ મી રકતદાન શિબિર યોજાઇ હતી. રક્ત એક એવી અમુલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખુબ જરૂરી બનતું હોય છે. કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા ચાર બ્લડ બેંકોના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત રકતદાન શિબિર ફૈઝ એકેડમી સ્કૂલના પટાંગણમાં યોજાઇ હતી. આયોજિત રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા. અંદાજિત ૧૪૯૯ જેટલા રક્તદાતાઓએ રકતદાન કરી માનવસેવાની સરવાણી વહાવી હતી.આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહિદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવસેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા. ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુશભાઇ અમદાવાદીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના આજે ૭૯ મા જન્મદિવસ પ્રસંગે તેઓએ એમના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો કે હજરત મુહમ્મદ સાહેબનો જન્મદિવસ છે. માનવતાની રક્ષા અને માનવસેવા કરવા મટે આપણે ૧૫૦૦ બોટલ રક્તદાન માટે આયોજન કરવામાં આવ્યુ છે. ૧૫૦૦ બોટલનો ટાર્ગેટ અમે પૂર્ણ કરીશું. હજરત મુહમ્મદ સાહેબને અલ્લાહ તઆલા એ સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનાવીને મોકલ્યા છે. ત્યારે આપણે તેઓના જન્મદિવસને રકતદાન થકી યાદગાર બનાવીએ. અમે વરસાદને કારણે અલગ અલગ જગ્યાઓ પર રકતદાન શિબિર યોજી ૧૫૦૦ બોટલ રક્ત એકત્ર કરીશું. ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા માનવ કલ્યાણના કાર્યો માટે સતત તત્પર રહેશે એમ તેઓએ જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસ ભાઇ અમદાવાદી, સેક્રેટરી બશીર પટેલ, ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યો, ફૈઝ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો, યુવતીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો...

Back to top button
error: Content is protected !!