BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક પોલીસે  બે વાછરડા લઇને જતો ટેમ્પો ઝડપી લીધો

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક પોલીસે  બે વાછરડા લઇને જતો ટેમ્પો ઝડપી લીધો


પોલીસે મુદ્દામાલ કબજે લઇને એક ઇસમને ઝડપી લીધો-અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પોલીસે બે વાછરડા લઇને જતા ટેમ્પો સાથે એક ઇસમને ઝડપી લઇને અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી  જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તકેદારી રાખવા તેમજ ગૌવંશને લગતી  ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,દરમિયાન રાજપારડી પોલીસને બાતમી બાતમી  મળેલ કે રાજપારડીથી તરસાલી તરફ એક ટેમ્પોમાં એક ઇસમ ગાયના બે વાછરડાઓ ભરીને કતલ કરવાના ઇરાદે તરસાલી ગામે લઇ જાય છે,રાજપારડી પીએસઆઇ કે.બી.મીરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે  રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર માધુમતિ ખાડી પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને ઉભો રખાવીને ટેમ્પો ચાલકને તેનું નામ  પુછતા તેનું નામ ઇમરાનશા સિકંદરશા દિવાન રહે.નવી જરસાડ તા.ઝઘડિયાના હોવાનું જણાવેલ.સદર ટેમ્પોમાં  ગાયના બે વાછરડા પાણી કે ઘાસચારાની સગવડ રાખ્યા વિના દોરીથી બાંધેલ હોવાનું જણાયું હતું. બે વાછરડાની કિંમત રૂપિયા ૫૦૦૦, ટેમ્પો  કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ તેમજ એક  મોબાઇલ  કિંમત રૂપિયા ૫૦૦૦ મળીને પોલીસે કુલ રૂપિયા ૩૧૦૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇને ટેમ્પો ચાલક ઇમરાનશા દિવાનને ઝડપી લીધો હતો,અને ટેમ્પો ચાલકના જણાવ્યા મુજબ નવી તરસાલી ગામના તજમુલ ઝાકીરભાઇ મલેક અને અલફાજ હશન મલેક નામના ઇસમોએ ટેમ્પો ભાડે લઇને રાજપારડીના નેત્રંગ રોડ ઉપર સારસા ડુંગર પાસેથી બે વાછરડા ટેમ્પોમાં ભરાવીને તરસાલી ગામે લઇ જવાનું જણાવ્યું હતું.રાજપારડી પોલીસે સદર બન્ને ઇસમોને વોન્ટેડ જાહેર કરીને ટેમ્પો ચાલક સહિત ત્રણેય ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!