રાજપીપલા MAM પ્રિ સ્કૂલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવવાના હસ્તે ધ્વજ વંદન કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
મોહદ્દીસે આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજપીપળા દ્વારા મદીના પાર્ક સોસાયટીમાં એમ.એ.એમ ઇંગ્લીશ મીડીયમ પ્રી સ્કૂલ શરૂ કરવામાં આવી છે જેમાં 78 માં સ્વતંત્રતા દિવસની વર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા હાજરી આપી હતી તેમજ જતીનભાઈ વસાવા શાળાના શિક્ષકો, બાળકોના વાલીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પીડી વસાવાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્ર ગાન બાદ શાળાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે જુદા જુદા પર્ફોર્મન્સ કર્યા હતા
માધ્યમમો સાથે વાત કરતા પી ડી વસાવા એ જણાવ્યું હતું કે મોદી સે આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ કાર્ય માટેની જે શરૂઆત કરવામાં આવી છે તે ખૂબ સરાહનીય છે ઉપરાંત બાળકોએ રજૂ કરેલી પ્રસ્તુતિ નિહાળી તેઓએ ભવોભવ પ્રશંસા કરી હતી સાથો સાથ શાળાના શિક્ષકો અને સંસ્થાના ટ્રસ્ટીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા બાળકોમાં દેશ પ્રત્યે પ્રેમની ભાવનાનું સિંચન કર્યું તે બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા