GUJARATKUTCHMUNDRA

અદાણી ફાઉન્ડેશનના ‘મોતિયા મુક્ત મુંદરા’ મિશનથી સેંકડો પરિવારોમાં ફેલાયો નવો ઉજાસ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

અદાણી ફાઉન્ડેશનના ‘મોતિયા મુક્ત મુંદરા’ મિશનથી સેંકડો પરિવારોમાં ફેલાયો નવો ઉજાસ

 

7૦૦+ તપાસ અને 1૦7+ નિ:શુલ્ક સફળ ઓપરેશન શ્રદ્ધાના દીવડાથી દ્રષ્ટિનો ઉજાસ: અદાણી ગ્રુપે સંકલ્પને શક્તિમાં ફેરવ્યો.

 

ભાગવત સપ્તાહના પવિત્ર મંચ પરથી લેવાયેલો સંકલ્પ આજે સોથી વધુ આંખોમાં નવી રોશની બનીને ચમકી રહ્યો છે. અદાણી જૂથે માત્ર વચન જ નથી આપ્યું, પણ ૧૦૦ થી વધુ વડીલોના અંધકારમય જીવનમાં આધુનિક શસ્ત્રક્રિયા દ્વારા સેવાનું અજવાળું પાથરીને ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે.

સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા પંથકમાં શરૂ કરવામાં આવેલા ‘મોતિયા મુક્ત મુંદરા’ અભિયાન અંતર્ગત 107થી વધુ સફળ ઓપરેશનકરવામાં આવ્યા છે. તેના થકી જરૂરિયાતમંદ વડીલોને દ્રષ્ટિનું અમૂલ્ય દાન મળ્યું છે. આ ઉમદા પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના વયોવૃદ્ધ લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવેલી આ સેવાને કારણે સમુદાયના અંદાજે ₹૨૦ લાખથી વધુના તબીબી ખર્ચની બચત થઈ છે. 

ઘણીવાર આર્થિક સંકડામણ કે જાગૃતિના અભાવે અંતરિયાળ વિસ્તારના વડીલો મોતિયાની તકલીફ સહન કરતા હોય છે. તેવામાં ‘મોતિયા મુક્ત મુંદરા’ અભિયાનને માત્ર હોસ્પિટલ પૂરતું મર્યાદિત ન રાખતા, અદાણી ફાઉન્ડેશનની આરોગ્ય ટીમોએ ગામડે-ગામડે જઈને વ્યાપક આઈ-ચેકઅપ કેમ્પ યોજ્યા હતા. અત્યાર સુધી 7૦૦થી વધુગ્રામજનોની આંખોની તપાસ અને 107થી વધુ મફત ઓપરેશન કરવામાં આવ્યા છે. 

પ્રથમ તબક્કામાં ખ્યાતનામ નેત્ર રોગ નિષ્ણાત ડો. સચિન ફિર્કેના માર્ગદર્શન હેઠળ, અદાણી હોસ્પિટલ ખાતે અત્યાધુનિક પદ્ધતિથી સફળ સર્જરી કરવામાં આવી છે. વડીલોની આંખોમાં સફળતાપૂર્વક લેન્સ બેસાડી તેમને નવી દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગને કારણે દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે વળી ઓપરેશન બાદના જોખમો પણ નહિવત્ રહ્યા છે. આ સેવામાં તપાસથી લઈને ઓપરેશન અને દવાઓ સુધીનો તમામ ખર્ચ ફાઉન્ડેશન ભોગવે છે.  

સેવાયજ્ઞની આ સફળતામાં અદાણી ફાઉન્ડેશનની હેલ્થ ટીમની સાથે કચ્છ કોપર લિમિટેડ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ(APSEZ)ના અધિકારીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફનો પણ નોંધપાત્ર સહયોગ રહ્યો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓને કારણે એવા વડીલોને પણ નવી દ્રષ્ટિ મળી છે જેઓ આર્થિક સંકડામણને કારણે સારવાર કરાવી શકતા ન હતા. શ્રેષ્ઠ આરોગ્ય સેવા પહોંચાડવાની આ પ્રતિબદ્ધતા આજે સમગ્ર કચ્છ પંથકમાં પ્રશંસા પામી રહી છે.

APSEZના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહના માર્ગદર્શનને પગલે આ પહેલ વધુ વ્યાપક અને પ્રભાવશાળી બની છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક દરેક છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો છે. જેથી કોઈ પણ વ્યક્તિ સારવારના અભાવે અંધકારમય જીવન જીવવા મજબૂર ન બને.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!