ANJARGUJARATKUTCH

ઓગષ્ટ- ૨૦૨૪ના પ્રવેશ સત્રમાં ખાલી રહેતી બેઠકો ઉપર સરકારી આઈ.ટી.આઈ. અંજારમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરી શકાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર ,તા-૦૪ સપ્ટેમ્બર : અંજાર આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ આઈ.ટી.આઇ. અંજાર ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી આઈ.ટી.આઈ., અંજાર સંસ્થા ખાતે રૂપિયા ૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહિત આવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ, રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહીત આઈ.ટી.આઈ. અંજાર ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે.બેઠકો ભરવાની ચોથા રાઉન્ડની કાર્યવાહી ઔધોગિક તાલીમ સંસ્થા, અંજાર ખાતે ઓનલાઇન ફોર્મ ભરી/રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની આગામી તા.૩૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ રાખવામાં આવી છે તેવું આચાર્યશ્રી, ઔધોગિક તાલીમ સંસ્થા, અંજાર-કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!