BANASKANTHAGUJARATPALANPUR
યુનિવર્સિટી કક્ષાએ રમત- ગમત ક્ષેત્રે આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું ગૌરવ

26 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
યુનિવર્સિટી કક્ષાએ રમત- ગમત ક્ષેત્રે આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું ગૌરવ. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરમાં બી. એ.સેમ-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની *ચૌધરી નેત્રા બાબુભાઈ એ*
તારીખ-23/02/2026 સોમવાર ના રોજ પાટણ યુનિ. ખાતે યોજાયેલ ૩૫ માં આંતર કોલેજ એથ્લેટિક્સ ટુર્નામેન્ટમાં ચક્રફેક સ્પર્ધામા 29.41મી.ચક્ર ફેંકીને પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે.આમ યુનિવર્સિટી કક્ષાએ રમત- ગમત ક્ષેત્રે આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું નામ રોશન કરવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી તથા તમામ હોદ્દેદારશ્રીઓ અને કોલેજના પ્રિન્સીપાલશ્રી કાર્તિકભાઈ કડિયા અને સ્ટાફ મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




