આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે વાઈડ અને બ્લેક ડે તથા કલા ઉત્સવ ની ઉજવણી

14 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે વાઈડ અને બ્લેક ડે તથા કલા ઉત્સવ ની ઉજવણી.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ , વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ,આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે તારીખ 12/02/ 2026 ના રોજ થી સેલિબ્રેશન સપ્તાહના ઉજવણી ની શરૂઆત કરવામાં આવી .જે અંતર્ગત સિગ્નેચર ડે અને બ્લેક એન્ડ વાઈટ ડે ની ઉજવણી કરવામાં આવી. આ દિવસે દરેક વિદ્યાર્થીઓએ સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટમાં આવ્યા હતા અને એકબીજાની સિગ્નેચર આપીને ઉજવણી કરી હતી. તદુપરાંત અહીં મેદી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા અને રંગોલી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ચોકલેટનું વિતરણ કરીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આમ આદર્શ સાયન્સ , આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની અંદર સેલિબ્રેશન સપ્તાહ ની ખૂબ જ ઉત્સાહપૂર્વક શરૂઆત કરવામાં આવી હતી.





