વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વલસાડ ઘટક-3 સેજો કોસંબા અને પારડી સાંઢપોર-4 ની આંગણવાડીઓનું મકાન ખુબ જ જર્જરિત હાલતમાં હોય તાલુકા કચેરીમાં આઠ મહિના અગાઉ નવું મકાન બાંધકામ કરી આપવા ઠરાવ કરવામાં આવેલ હતો જેમા લાંબો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં વલસાડ આદિવાસી સંઘના હોદ્દેદારો મયુર પટેલ,અનિલભાઈ,ધર્મેશ નાયકા,વિઠ્ઠલ રાઠોડ,પરેશ પટેલ દ્વારા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અને વલસાડ જિલ્લા બાલવિકાસ અધિકારીને રૂબરૂ મળીને હજુંસુધી આટલી ગંભીર બાબતે કાર્યવાહી કેમ નથી થઇ તે બાબતે જાણકારી મેળવેલ હતી અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી આપતાં જણાવેલ કે આ બાબતે યોગ્ય કાર્યવાહી હોળી સુધીમા હાથ ધરવામાં આવશે.આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ સાથે વલસાડ આદિવાસી સંઘના હોદ્દેદાર મયુર પટેલે મીડિયા સાથેની વાતચીતમા જણાવેલ કે ભારત દેશમા હજુપણ ઘણાબધા લોકો ગરીબી હેઠળ જીવે છે અને એ ગરીબોના બાળકોને ગુણવતાસભર ભોજન સાથેનું શિક્ષણ મળી રહે તે માટે આંગણવાડીઓ યોગ્ય હાલતમાં હોવી ખુબ જ જરૂરી છે,માટે અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સમક્ષ માંગ કર્યે છીએ કે આ બાબતે ત્વરિત કાર્યવાહી કરી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કાર્ય ત્વરિત થાય.