ગુજરાતના શાસન ઉપર હાવી થય ગયુ પ્રશાસન

નરેન્દ્ર મોદીના શાસનમાં પ્રજામાં જોમ આવ્યુ હતુ, કે ” અમારા નેતા અમારૂ કામ કરશે, તે વખતે પ્રશાસન પણ વેગમાં હતુ ખરેખર ગતીશીલ હતુ હવે તો કોણ જાણે શું થયુ?? તેની સમીક્ષા સાંપ્રત ગણાશે…..જો કોઇ જાગે તો…
તે પહેલા સીએ એ હમણા શું કીધુ તે જોઇએ…..
પોલીસ વિભાગને ભૂપન્દ્ર પટેલૈર સુચના આપી કે….
” અસામાજીક તત્વો ઉપરની પક્કડ મજબૂત કરો”
…..આ વાક્યના કેટલા અર્થ થાય….તે વિચાર વલોણુ કરવાથી સમજાશે કે તંત્રોને શું કામકરવુ શું ફરજ છે તે કહેવુ પડે છે……..અને ખુદ સીએમ કહેછે મતલબ પોલીસની અસામાજીક તત્વો ઉપર પક્કડ નથી
હવે ચિંતન અને ચિતાર આગળ ધપાવીએ…..
ગુજરાતના સતાપક્ષએ આત્મમંથનની જરૂર-જો નેતાઓ કામ કરાવી શકતા નથી તો,મત માગવા તો નેતાઓએ જ જવાનુ છે ને?? પ્રજા ત્યારે કહેશે કે તમારાથી તો અમારૂ કંઇ કામ નથી થયુ??
અરે….હાલારની જ વાત લો કે શાળામાં જુજ શિક્ષકો હોય તે પણ બદલાય , કાં તો કે નવી શાળા ખાલી ન લાગે…..પણ તમારી શાળા ખાલી થઇ ગઇ એનું શું…..?? સરકારી કચેરીઓ સ્ટાફ નથી,સર્વર ડાઉન છે આ બે મુદે નાગરીક લાચાર…..અને ખેતીપ્રધાન દેશમા સહાય આપવા ખેડૂતો માટેનુ અરજી કરવાનુ પોર્ટલ પંદર દિ તો ખુલ્યુ જ નહી….!!, હવે ખેડૂતોને વધુ પંદર દિ મેળવવા રેલા રેલી કરવી પડે છે,ખાડા અને તુટેલા મેનોલ રાહદારી અને વાહનચાલકનો ભોગ લે, જર્જરીત પુલ હવે દેખાભા અને ભારે વાહન માટે બંધ થયા તો એસટીઓ ઠપ્પ થઇ ગઇ કાં તો કે વૈકલ્પીક રૂટ થી જવાની પરવાનગી નથી, નવી સોસાયટીઓમાં નળની લાઇન નથી,રસ્તા નથી,સ્ટ્રીટ લાઇટ નથી,સલામતી નથી પહેલા નાઇટ પોઇન્ટ હતા સઘન પેટ્રોલીંગ હતુ-માત્ર દેખાવનુ નહી, આવી સોસાયટીઓમાં ચલાતુ નથી…….તો બીલ્ડર ડેવલપરની આ જવાબદારી છે પરંતુ મનપા તંત્ર તેઓના અહેસાન તળે છે, પુરવઠા ગોડાઉનમાં અન્ન સડી જાય,પગ કરી જાય અને ત્યા છે…..ક લાઇન ઉભેલાને જવાબ મળે માલ ખલાસ છે કાં તો આવ્યો નથી……આ જ મફત અનાજની કલરફુલ જાહેરાતો વારંવાર આવે, સરકારી કચેરીઓમાં એજન્ટો દલાલો એ આવવુ નહી તેવા જાહેરનામા વચ્ચે સીવિક સેન્ટરોમાં જન્મના,મરન,બોનાફાઇડ,રહેવાસી ….વગેરે દાખલાઓ માટે લાઇન હોય ને એજન્ટો હાજર જ હોય તે બસો પંચસોમાં અડધી કલાકમાં જ દાખલો લઇ આવે ,ત્યારે સર્વર ડાઉન ન થાય,સાયબ રજા ઉપર ન હોય……વગેરે, લોકોના કામ ઝડપીકરો, જનતાને લગત પ્રશ્ર્નોને પ્રાથમીકતા આવો…….વગેરે વગેરે કેસેટ બંધ કરો,હજુય ૨૧ મી સદીમાં લાઇટ જાય તો કલાકો સુધી ન આવે અને સાહેબોને ત્યા જુદા જુદા બે તન ફીડરોથીલાઇન આવે ને ઝળાહળા હોય,રસ્તામાં ચાલ્યા તો ગમે ત્યારે વાહન હડફેટ લે ઢોર હડફેટ લે વાહન લઇ જઇએ તો ખાડા,તુટેલ મેનોલ,ગારાના ચીકણા રોડ ઉપરથી ટ્રાફીકમેનના પડકારા…….સરાજાહેરે ચીલઝડપ, અવારનવાર બસ પલટે, ગમે ત્યારે છત પડે, ગ્રાંન્ટેડ સ્વતંત્ર શાળાઓમાં સ્ટાફની ભરતીની મંજુરી ન મળે….!!, પીવાનુ પાણી આ અમૃતકાળમા જરૂરીયાત થી અડધુ જ મળે અનેક ગામની જેમ તીર્થક્ષેત્ર દ્વારકામાં પણ….!!!, ગમે ત્યારે જમીન ઉપર દબાણ થાય ,ગમે ત્યારે ચોરીઓ થાય,ગેરકાયદેસર ઘુસણખોરી થાય, ઝુપડા તોડી પડાય અને પાર્કીંગ હોવા છતા વાહનોના થ પ્પા રોડ ઉપર થાય, માણસો પંદર વીસ હજારમાં ગુજરાન ન ચલાવી શકે ને આપણે જીડીપી વધી,ગરીબી ઘટી, મોંઘવારી ઘટીના ગાણા ગાઇને અહો રૂપમ અહો ધ્વનીમાં જ વ્યસ્ત હોઇએ અરે ખુદ મુખ્યમંત્રી અધીકારીઓને ભ્રષ્ટાચાર ન કરવા કહે છે પણ પછી….?? સીએમકહે છે પોલીસ વિભાગને કે ચુસ્તીથી કામકરો ને દિવાની દાઝે કોડીયાને બટકા ન ભરો……….આવુ તો અગણીત છે પણ ચિંતા એ છે કે આવુ બદફુ થતા બે નુકશાસન છે એકતો લોકશાહીછતા લોકો બોલી નથી શકતા પોતાના કામ કરાવી નથી શકતા બીજુ છે કે શાસનપ્રત્યે લોકોનો અણગમો અને ભભૂકતા રોષ વચ્ચે પાતળી ભેદવરખા સર્જાઇ ગઇ છે માટે શાસકો અને સંગઠન પણ ચિંતામાં તો છે જ કેમકે મુળભૂત રીતે કાર્યકર્તાઓમાં ખુબ અસંતોષ છે કેમકે કાર્યકર્તા તેમના ટેકેદારોના કામ કરાવી નથી શકતા નેતાઓ બધાનુ સાંભળતા નથી માત્ર પોતાના ભંડાર ભરનાર કાર્યકર્તાઓ જ ગમે છે તે મીલીયોનર પણ થઇ જાય છે બીજા મો વકાસી બેઠા હોય છે જે શેતરંજી પાથરે ને ઉપાડે છે…….
ગુજરાતમાં બ્યુરોક્રસીની જ જોહુકમી વધી રહી છે – અધિકારીરાજ જનહિત માટે હંમેશા ઘાતક પુરવાર થાય છે, અધિકારીઓ પાસે કામ લેવા માટે લોકપ્રતિનિધિઓ ને ચૂંટવામાં આવે છે. પણ મોટાભાગના લોકપ્રતિનિધિઓ ને અધિકારીઓ ઉઠા ભણાવી દ્યે છે, અને અંગુઠા છાપ (જેઓ ને વિષયજ્ઞાન નથી) તેવા નેતાઓ અધિકારીઓ ની વાત માં આવી જાય છે. બીજું નેતાઓ પણ રજુઆત કરતા ની હા – એ – હા કરી તમારું કામ થઇ જશે અને પછી ના થઇ શકે તેવું કામ ના થાય, તો લોકો ના રોષ નું કારણ બનતા હોય છે. આવી સ્થિતિ ને કારણે, ગુજરાત માં દરેક વિભાગ માં અધિકારીઓ પ્રજા ને દાદ દેતા નથી. અધિકારીઓ ને ખબર છે, આ વ્યક્તિ ઉપર સુધી જોડાયેલ છે, તેવા લોકો ને તરત પ્રતિસાદ આપી રહ્યા છે, તેઓ નું કામ પહેલા કરી દઈ ઉપર સુધી પોતાનો સારો રિપોર્ટ જાય તેવી સ્થિતિ ને સાચવી લિયે છે, પણ પ્રજા સાથે તોછડાઈ, ધક્કા ખવડાવવા, એક બીજા અધિકારીઓ ઉપર કામ ની જવાબદારી નાખી રજૂઆતકર્તા ને ધક્કા ખવડાવવી રહ્યા છે. રોજ કેટલી રજુઆત, કેટલા ટેલોફોન ક્યાં વિભાગ માં આવે છે, અને કેટલી રજુઆત અને કેટલા ટેલિફોન ઉપર ધ્યાન આપી તે સમસ્યા નું નિરાકરણ કરવામાં આવે છે, તેની કોઈ નોંધ કરવામાં આવી રહી નથી સાહેબ નથી ! ફોન કરો તો સાહેબ બહાર, રૂબરૂ જાઓ તો સાહેબ બહાર, મોબાઈલ નમ્બર માંગો તો સાહેબ વ્યસ્ત, સાઈટ ઉપર જ્યાં સાહેબ જે જવાનું હોય ત્યાં બિયાબાદુ હોય બધું, તો સવાલ એ થાય કે ઓફિસ થી કહ્યું સાહબ બહાર છે, એ બહાર એટલે ક્યાં જતા હશે નૌકરી દરમિયાન ! આ અધિકારી રાજ થી લોકો ત્રાસી ગયા છે. યાદ કરો એ દિવસ, જયારે એક સામાન્ય વ્યક્તિ કહેતો કે મારુ કામ કરી આપો નહી તો નરેન્દ્રભાઈ મોદી સુધી રજુઆત કરીશું, અને અધિકારીઓ ના પેન્ટ ઢીલા થઇ જતા. એ ખોફ હતો ગુજરાત ના તે સમય ના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો, આજે તો અધિકારીઓ નેતાઓ ના પેન્ટ ઢીલા કરી રહ્યા છે. સાહેબ આ રસ્તા ની ગ્રાન્ટ ફાળવો નથી તો લોકો રસ્તા ઉપર ઉતારશે તમારી વોટ બેન્ક જોખમાશે. આજે અધિકારીઓ નો ખોફ છે, નેતા ઉપર અને સામાન્ય પ્રજા ઉપર. આ એક અયોગ્ય સંકેત છે લોકહિત અને લોકતંત્ર માટે.
_________________
regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)





