BANASKANTHAGUJARATPALANPUR
માતુશ્રી જે. આર. વિદ્યાલય પટોસણમાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયેલ
માતુશ્રી જે. આર. વિદ્યાલય પટોસણમાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ 14 ઓગસ્ટ ના યોજાયો હતો.મોબાઈલ પશુ સમાધિ સેવાગ્રુપ સંચાલિત મહાવીર જીવન કલ્યાણ કેન્દ્ર પાલનપુરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધીરજભાઈ પરીખ અને તેમની ટીમના હસ્તે શાળાના બાળકોને ચોપડા અને પેનોનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત દર વર્ષે શૈક્ષણિક કીટ, ધોરણ 9 થી 12 માં 80% ઉપર ગુણ લાવનાર વિદ્યાર્થીઓ ને વ્યક્તિગત 5000 રૂપિયાનો ચેક આપવામાં આવે છે.પ્રમુખશ્રી જાલમભાઈ અટોસ, આચાર્ય શ્રી અશોકભાઈ સાળવી અને સમગ્ર સ્ટાફ પરિવારે બાળકો સાથેના આ જીવદયાના કાર્યને બિરદાવીને તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો. કાર્યક્ર્મ ખૂબ પ્રસંશનીય રહ્યો.