DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ નગર પાલિકામાં હવે ‘વહીવટદાર’નું શાસન: મિલિન્દ દવે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ‘એક્શન મોડમાં આવ્યા

તા.૧૯.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નગર પાલિકામાં હવે ‘વહીવટદાર’નું શાસન: મિલિન્દ દવે ફૂલ એક્શન મોડમાં દાહોદના રસ્તાઓ થશે ચોખ્ખા ચણાક અને ટ્રાફિક મુક્ત વહીવટદાર મિલિન્દ દવેએ દુકાનદારો અને લારી-ગલ્લા વાળાઓને કરી ટ્રાફિક અને સ્વછતા મુદ્દે અપીલ દાહોદ નગરપાલિકામાં પાંચ વર્ષનો શાસનકાળ પૂર્ણ થતા જ હવે લોકશાહીના જનપ્રતિનિધિઓની વિદાય થઈ છે અને કમાન સોંપાઈ છે વહીવટદારના હાથમાં! દાહોદના પ્રાંત અધિકારી મિલિન્દ દવેએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ‘એક્શન મોડ’ ધારણ કરી લીધો છે. ખુરશી પર બેસતાની સાથે જ વહીવટદાર સાહેબનો પહેલો ટાર્ગેટ છે શહેરની ગંદકી ટ્રાફિકની સમસ્યા તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે દાહોદ સ્માર્ટ સીટીના ફૂટપાથ અને રસ્તાઓ પર જેમને લારી-ગલ્લા કે પાથરણા પાથરી દીધા છે, તેમના માટે દબાણો હટાવી લેવા અપીલ કરી છે. વહીવટદાર મિલિન્દ દવેએ સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે,રસ્તા પરના દબાણો સ્વેચ્છાએ હટાવી લો.દુકાનદારો પોતાની દુકાનની બહાર રાખેલો સામાન અને બોર્ડ અંદર લઈ લે.જો તમે રસ્તો ખુલ્લો નહીં કરો, તો પાલિકાનું બુલડોઝર અને દંડ બંને તૈયાર છે તેમ તેમને જણાવ્યું છે​ “મારું શહેર, ગંદુ શહેર” એ હવે નહીં ચાલે. દુકાનની બહાર કચરો દેખાયો તો સમજી લેજો કે ખિસ્સું ખાલી થવાનું છે. ખાસ કરીને: પ્રતિબંધિત પ્લાસ્ટિક:ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે જેમાં ૧૨૦ માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક વાપરનારા કે વેચનારા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.ખાણી-પીણીની લારીઓ: હોટલ, રેસ્ટોરન્ટ હોય કે પાણીપુરી-ચાઈનીઝ-નોનવેજની લારીઓ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓનું હવે આવી બનવાનું છે. આકસ્મિક ચેકિંગ ગમે ત્યારે ત્રાટકશે​ ખાસ કરીને આગામી 20મી માર્ચ, શુક્રવારના રોજ આખું તંત્ર રસ્તા પર ઉતરવાનું છે. ચીફ ઓફિસર અને પાલિકાની તમામ ટીમો સાથે મળીને મિલિન્દ દવે પોતે શહેરભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવશે.વહીવટદારનો સ્પષ્ટ સંદેશ: છે કે “આ કોઈ બે-ત્રણ દિવસનો નાટક કે દેખાવો નથી, આ કાયમી વ્યવસ્થા છે. દાહોદને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બનાવવું એ અમારો સંકલ્પ છે અને તેમાં નાગરિકોનો સાથ સહકાર અનિવાર્ય છે.”તો દાહોદવાસીઓ,દબાણ પ્રતિબંધિત પ્લાસ્ટિક ટ્રાફિક નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાઓના દંડથી બચવું હોય અને શહેરને સુંદર બનાવવું હોય તો વહીવટદારની આ અપીલને ગંભીરતાથી લેજો. કારણ કે હવે શાસન બદલાયું છે અને શિસ્તના પાઠ ભણાવવા માટે પ્રાંત અધિકારી મિલિન્દ દવે મેદાને પડ્યા છે

Back to top button
error: Content is protected !!