BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય, વિસનગર નો ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ

7 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ અન્ડર-17 રગ્બી સ્પર્ધામાં ભાઈઓની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રૂ.36000/- પ્રાપ્ત કર્યા હતા. તથા રસ્સાખેંચ સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી રૂ.9000/- ઈનામરૂપે પ્રાપ્ત કર્યા હતા. આમ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી ઈનામરૂપે કુલ રૂ.45000/- પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ શાળાનું ગૌરવ વધારેલ છે. આમ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને તથા વ્યાયામ શિક્ષકશ્રી રમેશભાઈ વી.ચૌધરી અને શ્રી ભાવેશભાઈ જી.ચૌધરી ને કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.




