GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: દિવાળીના તહેવાર પર હવા, અવાજ સહિતના પ્રદુષણને અટકાવવા ગ્રીન ફાયર ક્રેકરના ઉપયોગ અંગેનું જાહેરનામું

તા.૨૮/૧૦/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: દિવાળી સહિતના તહેવારો નિમિત્તે સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલ આદેશમાં પ્રતિબંધિત ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સંદર્ભમાં આપવામાં આવેલ સુચનાઓની અમલવારી કરવા હુકમ કરવામાં આવેલ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફટાકડા ફોડવા બાબતે આપેલા દિશા નિર્દેશો અને ફટાકડા ફોડવાના કારણે આગ, અકસ્માતના કે અન્ય કોઈ દુર્ઘટના ન બને તેમજ જાહેર જનતાની સલામતી માટે રાજકોટ શહેર વિસ્તારમાં ખરીદ, વેચાણ અને ફટાકડા ફોડવા અંગે તેમજ તા.૦૯/૧૧/૨૦૨૦ ના રોજ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ફટાકડાના વેચાણ/ફોડવા બાબતે પ્રદૂષણનું પ્રમાણ વધે નહીં તે બાબતે દિશા નિર્દેશો આપવામાં આવેલ છે. જે ધ્યાને પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝા રાજકોટ શહેરમાં વિવિધ નિયંત્રણો મુક્યા છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે, ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ હાનીકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા (Joint Firecrackers, Series Crackers or laris) તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધીત ઘોષીત થયેલ છે. જેથી, કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત, સંગ્રહ કે વેચાણ કરી શકાશે નહી. તમામ ઇ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. દિવાળી – દેવ દિવાળી તથા અન્ય તહેવાર દરમ્યાન ફટાકડા રાત્રે ૦૮ કલાકથી ૧૦ કલાક સુધી ફોડી શકાશે. હાનિકારક ધ્વનિ પ્રદષણ રોકવા માટે Petroleum and Explosive Safety Organization (PESO) સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર ફોડવાના સ્થળથી ૪ મીટરની દુરી સુધીમા 125 dB(A) અથવા 145 dB(C) પી.કે.થી ઓછો અવાજ પેદા કરે તેવા જ ફટાકડા વેંચી / વાપરી શકાશે. (PESO) દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોસ ઉપર Petroleum and Explosive Safety Organization (PESO) સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે. ઉપરાંત, પ્રદુષણનું પ્રમાણ વધે નહીં તે માટે માત્ર (PESO) દ્વારા અધિકૃત બનાવટવાળા ગ્રીન ફાયર ક્રેકરનું વેચાણ તથા ઉપયોગમાં શકાશે.

રાજકોટ શહેર કોર્ટ કચેરી, હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, એરપોર્ટની નજીક ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટન (ચાઇનીઝ તુક્કલ, આતશબાજી બલૂન)નું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહી. શહેરના બજારો, શેરીઓ, જાહેરરસ્તાઓ, ધાર્મિકસ્થળો, પેટ્રોલપંપ, સી.એન.જી.પંપ, એલ.પી.જી., બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે. આ જાહેરનામું તા.૧૬/૧૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને આ જાહેરનામાંનો ભંગ કરનારને શિક્ષાપાત્ર સજા થશે.

Back to top button
error: Content is protected !!