
ફૈઝ ખત્રી…શિનોર
એડવોકેટ જાવેદ ભાઈ સરફુદ્દીન લુહાર ને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા સમગ્ર શિનોર તાલુકાના એમના ચાહકો તેમજ મુસ્લિમ સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. ભારત સરકાર દ્વારા નોટરી તરીકેની નિમણુકની યાદી તારીખ – ૦૧/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.અને તારીખ ૨૦/૦૧/૨૦૨૫ ના રોજ નોટરી તરીકે પ્રેક્ટીસ કરવા માટે ભારત સરકાર ના કાયદા વિભાગ દ્વારા એડવોકેટ જાવેદ ભાઈ સરફુદ્દીન લુહાર ને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
નોટરી તરીકે નિમણૂક તરીકે નિમણૂક થતા એડવોકેટ જાવેદ ભાઈ ને એમના ચાહકો મિત્રો દ્વારા સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ માં અભિનંદન ની વર્ષા કરાઈ હતી


