GUJARATPANCHMAHALSHEHERA
શહેરા બાર એસોસિએશનના વકીલોએ શહેરા પ્રાંતને આવેદનપત્ર આપી વકીલ સુરક્ષા માટે કાયદો લાગુ કરાવા માંગ કરી.

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
રાજ્યભરના વકીલોએ આજે સરકાર સામે દેખાવ કરી તેમની સલામતી અને સુરક્ષા માટે ‘વકીલ પ્રોટેક્શન એક્ટ’ લાવવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તેવી માંગ કરી આવેદનપત્ર આપ્યા છે,જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ શહેરા બાર એસોસિએશન દ્વારા શહેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વકીલ સુરક્ષા માટે કાયદો લાગુ કરાવા માંગ કરાઈ હતી. શહેરા બાર એસોસિએશને પાલનપુર, જામનગર અને અમરેલીમાં વકીલો અને તેમના પરિવાર ઉપર થયેલા હુમલા,ધમકી, હત્યા તેમજ ખોટી ફરિયાદોનો ઉલ્લેખ કરી ગુજરાત વિધાનસભામાં વકીલ સુરક્ષા અધિનિયમન તાત્કાલિક અસરથી પસાર કરવામાં આવે અને રાજ્યમાં તેનો અમલ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.






