GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર જહાન્યા મસ્જીદ નજીક આફ્રિકન ભારતીય સીદી બાદશાહ સમાજ દ્વારા બાબા ગોર ના ચિલ્લા ખાતે સીદી ધમાલ સાથે ઉર્ષ ઉજવાયો

સીદી બાદશાહ ની ધમાલ કલા ક્ષેત્ર એક આગવું સ્થાન ધરાવે છે.

વિજાપુર જહાન્યા મસ્જીદ નજીક આફ્રિકન ભારતીય સીદી બાદશાહ સમાજ દ્વારા બાબા ગોર ના ચિલ્લા ખાતે સીદી ધમાલ સાથે ઉર્ષ ઉજવાયો
સીદી બાદશાહ ની ધમાલ કલા ક્ષેત્ર એક આગવું સ્થાન ધરાવે છે.

oppo_0
oppo_0

વિજાપુર તા
વિજાપુર જહાંન્યા મસ્જીદ નજીક આવેલ બાબા ગોર ના ચિલ્લા ખાતે આફ્રિકન ભારતીય સીદી બાદશાહ સમાજ દ્વારા બાબાગોર ના ઉર્ષ ની ઉજવણી કરવા મા આવી હતી. રાજકોટ મેહસાણા અમદાવાદ સુરત જામનગર જીલ્લાઓ મા રહેતા સીદી બાદશાહ ઉર્ષ ના પ્રસંગમા હાજર રહ્યા હતા. જહન્યાં મસ્જીદ નજીક આવેલ બાબા ગોર અને માઈ મિશર નો ચિલ્લો આવેલ છે. જેમાં માઈ મિશર ના ચિલ્લા નો ચિરાગ સીદી બાદશાહ ની મહીલા કરે છે. જ્યારે બાબાગોર નો ચિલ્લા નો ચિરાગ પુરુષ સીદી બાદશાહ કરે છે. અને ઉર્ષ પ્રસંગે ગોર ગોર બાબા ગોર ની પ્રખ્યાત ધમાલ કરે છે.વર્ષો પૂર્વ મોઘલ સામ્રાજ્ય ના સમય મા આફ્રિકા થી આવેલ આ સીદી બાદશાહ નો ઈતિહાસ અનોખો છે. આ અંગે અહીંના સ્થાનીક સીદી બાદશાહ યુસુફ ભાઈ બાદશાહ એ જણાવ્યું હતુ કે અમારા પૂર્વજો મુઘલ સામ્રાજ્ય વખતે સદીઓ પૂર્વ આફ્રિકાના જંગલો માંથી હિન્દુસ્તાન મા આવી રતનપુર ઝઘડિયા ના જંગલો મા આવી વસેલા છે.જ્યાં સીદી બાદશાહ બાબાગોર ની દરગાહ આવેલી છે.બાબા ગોર સાથે આવેલ તમામ સીદી બાદશાહ બાબા ગોર ના અનુયાયી છે અંગ્રેજો ના હુકુમત સમયે સીદી બાદશાહ ને વધુ ગુલામો બનાવ્યા હતા. અંગ્રેજ હુકુમત સમયે બચવા માટે સીદી બાદશાહ અલગ અલગ જીલ્લા ઓ મા ફેલાઈ ગયા હતા. બાબા ગોર નો ગોરખ ચિલ્લા ચિરાગ અહી તેમના પૂર્વજો વખતે થી થાય છે જેનો બાબા ગોર ના ઉર્ષ ના સમયે ઉજવણી કરવા મા આવે છે.સરકાર દ્વારા અમો સીદી બાદશાહ જાતિ ને અનુસૂચિત જન જાતિ મા સમાવેશ કરવા મા આવેલ છે. જેના કારણે આજે સમાજનો ઘણો ઉત્કર્ષ થયેલ જોવા મળે છે. સીદી બાદશાહ ની ધમાલ પણ કલા ક્ષેત્ર એક આગવું સ્થાન બની રહ્યુ છે.

Back to top button
error: Content is protected !!