BANASKANTHAGUJARAT
		
	
	
કાંકરેજ તાલુકાના આંબલુણ ગામે “એક પેડ માઁ કે નામ અંતર્ગત ૪૦૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું..
કાંકરેજ તાલુકાના આંબલુણ ગામે "એક પેડ માઁ કે નામ અંતર્ગત ૪૦૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

કાંકરેજ તાલુકાના આંબલુણ ગામે “એક પેડ માઁ કે નામ અંતર્ગત ૪૦૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું..
કાંકરેજ તાલુકાના આંબલુણ ખાતે ગામની સરકારી પડતર તેમજ સ્મશાનની જમીનમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા “એક પેડ માઁ કે નામ” અંતર્ગત તા.૧૭/૦૭/૨૦૨૫ ને ગુરૂવારના રોજ શ્રી આંબલુણ પ્રા.શાળાના આચાર્ય પરમાર કનુભાઈ મણિલાલભાઈ, આંબલુણ દૂધ મંડળીના મંત્રી ઠાકોર દાનસુંગજી (જયંતિજી) કપૂરજી, ફોરેસ્ટર નાગેશભાઈ ચૌધરીની ઉપસ્થિતિમા લીમડા, કણઝી,ગરમાળો,બોરસલી, જામફળ,પીપર,ગુલમોહર સહીત ૪૦૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તેમ ફોરેસ્ટર નાગેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.ઉપસ્થિત સૌએ આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં આંબલુણ ગામ હરિયાળુ બનશે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530
 
				


