અંબાજીના કુમાર બેગ પાઇપર બેન્ડ બાદ હવે આદિવાસી બાલિકા બેગ પાઇપર બેન્ડનું કરાયું લોકાર્પણ,મધુર સંગીત થકી આદિવાસી દીકરીઓ બનશે આત્મનિર્ભર

8 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભીખે નહિ પરંતુ ભણવા જઇએ ના સંકલ્પ દ્વારા શિક્ષણ અને નારી સશક્તિકરણ નો સંદેશો ફેલાવશે ,આ બાલિકાઓ અંબાજીનું શ્રી શક્તિ સેવા કેન્દ્ર બનાવ્યું આશીર્વાદ રૂપ યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા પાંચ વર્ષથી શ્રી શક્તિ સેવાકેન્દ્ર દ્વારા ગબ્બર પંથકમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને એક નવી રાહ ચીંધી હતી જેમને ભીખે નહિ પણ ભણવા જઇયે તેવા એક સૂત્ર સાથે આ ભિક્ષા વૃત્તિ કરતા બાળકોને ભણતર તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો એટલુંજ નહિ આ બાળકોને અન્ય પ્રવૃતિઓની સાથે નિષ્ણાત માસ્ટરો દ્વારા બેગ પાઇપર બેન્ડની તાલીમ આપી ભુલાતી જતી બેગ પાઇપર બેન્ડની સંસ્કૃતિને ફરી ઉજાગરી કરી હતી, ત્યારે ફરી એક વાર હવે આ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા 150 જેટલી દીકરીઓને દત્તક લઇ પોતે પગભર બને તેવા પ્રયાસો સાથે તેમને પણ વિશેષ તાલીમ આપીને કુમાર બાદ હવે આદિવાસી બાલિકા બેગ પાઇપર બેન્ડ પણ તૈયાર કરાવ્યું છે અને જે બાબત ગુજરાતભરમાં સૌ પ્રથમ અને સૌથી પહેલું બાલિકા બેગ પાઇપર બેન્ડ બન્યું છે કુમાર બેગ પાઇપર બેન્ડ અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન ના કાર્યક્રમમાં સફળતા પૂર્વકનું પ્રદર્શન કર્યા બાદ હવે આદિવાસી બાલિકા બેગ પાઇપર બેન્ડ નું પણ લોકાર્પણ કરાતા શિક્ષણ અને નારીસશક્તિકરણ નો સંદેશો ફેલાવશે જેને લઇ અંબાજીનું શ્રી શક્તિ સેવા કેન્દ્ર આશીર્વાદ રૂપ બન્યું છે, આ સંસ્થાના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલે એક મુલાકાતમાં જણવ્યું હતું કે આ બાલિકાઓ અગાઉ ગબ્બર પંથકના વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતી હતી જેને લઇ સંસ્થાના એક સંકલ્પ “ભીખ નહિ પણ ભણવા જઇએ”ના સંકલ્પ સાથે જે ભગીરથ કાર્ય શરુ કર્યું છે તેમાં આ દીકરીઓનો પણ સમાવેશ કરી તેમના જીવનમાં એક નવી ક્રાંતિકારી પરિવર્તન લાવી સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ બેન્ડનો મુખ્ય ઉદેશ આદિવાસી બાલિકાઓને સશક્ત બનાવી તેમની પ્રતિભાને મોટું પ્લેટફોમ પૂરું પાડવાનું કામ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે જે સમાજમાં શિક્ષણ સ્વરાજ્ય અને સશક્તિ કરણ સાથે આત્મનિર્ભરનો સંદેશો ફેલાવશે, છેલ્લા 15 વર્ષ ઉપરાંત થી યથાગ મહેનત અને પ્રેરણા થકી આ આદિવાસી બાલિકા બેગ પાઇપર બેન્ડને રાજ્યના વનમંત્રી પ્રવીણભાઈ માળી તેમજ ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે શુભારંભ કરાવ્યો હતો ,હાલમાં આ દીકરીઓના બેન્ડ દ્વારા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જે ઉત્તર ગુજરાત ઝોન કક્ષાની 7 જિલ્લાઓની સ્પર્ધામાં 11 ટિમો વચ્ચે ભાગ લઇ બીજું સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયન બન્યું હતી ,બનાસકાંઠા જિલ્લા નહિ પણ રાજ્યભરમાં આ બાલિકા બેગ પાઇપર બેન્ડનું સૌપ્રથમ વખત રચના કરવામાં આવી છે જેમાં 50 બાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ને આ બેગ પાઇપર બેન્ડ દ્વારા ભવિષ્યમાં લશ્કર અને પોલીસ બેન્ડમાં સામેલ પણ થઇ શકશે ,તેમજ ખાનગી સંસ્થાઓના કાર્યક્રમોમાં બેન્ડ પોતાની પ્રતિભા બતાવી પગભગ બનશે ,આ દીકરીઓ બ્યુગલ બેગ ,પાઇપર, સેક્ષોફોન, તેમજ ડ્રમ સેટ દ્વારા વિવિધ વાજિંત્રો વગાડી પોતાની પ્રતિભા ખીલવાનો પ્રયાસ કરી રહી છે અને તેમના માટે ખાસ કરીને શ્રી શક્તિ સેવા કેન્દ્રના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલ આશિર્વદ રૂપ સાબિત થયા છે તેમ અંબાજી ના વરીષ્ઠ પત્રકાર મહેન્દ્ર અગ્રવાલ એ જણાવ્યું હતું









