DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં બી.એલ.ઓ. ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થયા બાદ લોકોને ફોર્મ ભરવામાં પણ મદદ કરશે

તા.૧૩.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

દાહોદ જિલ્લામાં બી.એલ.ઓ. ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થયા બાદ લોકોને ફોર્મ ભરવામાં પણ મદદ કરશે મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.૦૪.૧૧.૨૦૨૫ થી તા.૦૪.૧૨.૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબક્કા તરીકે નકકી કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં ચાલી રહેલ આ કામગીરી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેએ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ પદાધિકારીઓને ગણતરી ફોર્મ ભરવા અંગે લોકોને સરળતા રહે તે હેતુથી કયા પ્રકારે કામગીરી કરવી તે અંગે જાણકારી આપી હતી. સાથે દાહોદ ચૂંટણી શાખા દ્વારા ચૂંટણીલક્ષી વિડીઓ અને પીપીટી રજુ કરવામાં આવી હતી, જેમાં ચુંટણી પ્રક્રિયાને લગતી તમામ માહિતી વિગતવાર પ્રસ્તુત કરવામાં આવી હતી. આ દરમ્યાન પદાધિકારીઓને બી.એલ.એ. ને લગતા ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લોકોને સરળતા રહે તે હેતુથી દાહોદ જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સબંધિત ભાગના બુથ લેવલ ઓફીસરશ્રી તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપીંગ/લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેમજ વર્ષ ૨૦૦૨ ની મતદારયાદી શોધવામાં પણ બીએલઓ મદદરૂપ થશે. આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા તેમજ દાહોદ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા  

Back to top button
error: Content is protected !!