GUJARATRAJKOT CITY / TALUKOUPLETA

Rajkot: ભાયાવદરમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા કલોરીનેશન, ડસ્ટીંગ સહિતની કામગીરી નગરપાલિકા દ્વારા કરાઇ

તા.૫/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ જિલ્લામાં ગત સપ્તાહમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં રોગ અટકાયતી કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

ભાયાવદર નગરપાલિકા દ્વારા તમામ ગામોમાં મચ્છર જન્ય રોગચાળો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ પાણીજન્ય રોગચાળો જેવા કે ઝાડા, ઉલટી, કમળો, કોલેરા જેવા રોગો ન ફેલાય તે માટે પાણીના ક્લોરીનેશનની કામગીરી તેમજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથોસાથ ગામમાં માખી, જીવજંતુઓનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ ડસ્ટિંગ કામગીરી કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ જરૂરિયાત મુજબ ક્લોરિન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથો-સાથ મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે ઘરમાં વાપરવાના પાણીનિ સ્ત્રોત ટાંકા, ટાંકી, બેરલ અન્ય પાણીના પાત્રમાં એબેટ કામગીરી, એન્ટી લાર્વા અટકાયાથી કામગીરી હાથ ધરવામાં આવી છે , તેમ પ્રાદેશિક નગરપાલિકા નિયામક શ્રી મહેશ જાની ની યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!