પ્રાકૃતિક ગુજરાત, પુસ્તકો વાંચીને વલસાડ–ધરમપુરના મામાભાંજા ગામની મહિલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
એક હેકટર જમીન પર સફેદ મૂસળીની ખેતી કરી આર્થિક રીતે પગભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી

વલસાડ,તા. 30 મે. અથર્વવેદમાં કહેવાયુ છે કે, ધરતી આપણી માતા છે અને આપણે તેમના પુત્ર છીએ. અથર્વવેદનો આ મંત્ર માતાના મહિમા સાથે જોડીને ધરતીનું ગૌરવ ગાય છે પરંતુ વધારે ઉત્પાદનની લાલયમાં આજે માણસ ધરતી માતાને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વડે નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલા માટે જ પ્રાકૃતિક ખેતીને પરોપકારી ખેતી કહેવામાં આવે છે. વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી તાલુકા તરીકે જાણીતા ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં વસતા પ્રકૃતિપૂજક આદિવાસી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પુરી પાડી રહ્યા છે. જેમાં ધરમપુરના મામાભાંજા ગામની મહિલા ખેડૂતે પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી સફેદ મૂસળીની ખેતી કરી ખેડૂતોને પ્રેરણા પુરી પાડી છે.
ધરમપુર તાલુકાના મામા ભાંજા ગામમાં રહેતા ખેડૂત મીરાબેન મગનભાઇ માલધરિયા જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની તાલીમ ધરમપુર તાલુકામાં આયોજિત સુભાષ પાલેકરજીની ૭ દિવસની તાલીમ કાર્યશાળામાં મેળવી હતી. ત્યારબાદ પ્રાકૃતિક ખેતીના પુસ્તકો વાંચીને પણ પૂરતું જ્ઞાન મેળવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ દ્વારા વિસ્તૃત સમજણ અને માર્ગદર્શન મળ્યા બાદ સફેદ મૂસળીની પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. પહેલા હું પણ અન્ય ખેડૂતોની જેમ રાસાયણિક ખેતી કરતી હતી જેમાં ખાતર કે જંતુનાશક દવા બહારથી લાવવુ પડતુ હતુ જેથી ખેતી ખર્ચ વધી જતો હતો. રાસાયણિક ખાતર અને દવાથી મારી જમીન ખરાબ થઇ જતી એવું લાગતું હતું કારણ કે, જમીન ખેડતી વખતે ભરભરી કે પોચી રહેતી ન હતી અને ઉત્પાદન ઓછું થતું હતું. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો દર વર્ષે ભાવ પણ વધતો જતા ખેતી ખર્ચ વધતો જતો હતો અને નફો ઓછો થતો હતો. પરંતુ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કર્યા બાદ ખેતી ખર્ચ ઘટવા માંડયો અને આવક વધવા લાગતા આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવ્યો હતો. પહેલા હું રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી ખેતી કરતી હતી ત્યારે મારી આવક રૂ. ૨,૨૦,૦૦૦ અને ખર્ચ રૂ. ૬૭,૦૦૦ થતા નફો રૂ. ૧.૫૩,૦૦૦ થતો હતો પરંતુ જયારથી પ્રાકૃતિક ખેતી પધ્ધતિના ઉપયોગથી ખેતી કરી તો મારી આવક રૂ. ૧,૯૦,૦૦૦ અને ખર્ચ રૂ. ૨૪,૦૦૦ થયો હતો. જ્યારે નફો ૧,૬૬,૦૦૦ થયો હતો.
પોતાની કુલ ૩ હેકટર જમીન પૈકી એક હેકટર જમીનમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિના પાંચ આયામો દ્વારા કરેલી સફેદ મૂસળીની ખેતી અંગે મીરાબેન વધુમાં જણાવે છે કે, સફેદ મૂસળીના બિયારણને બીજામૃતનો પટ આપી વાવણી કરી તો બધા જ બિયારણનો ઉગાવો જોવા મળ્યો હતો. સફેદ મૂસળીના પાકમાં ખેતર તૈયાર કરવા ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરી અને પાણી સાથે જીવામૃત આપ્યું હતુ જેથી સફેદ મૂળનું બેસણ સારું થયું હતું. સફેદ મૂસળી પાકમાં પાણી સાથે જીવામૃત અને ધન જીવામૃતનો છંટકાવ કરવાથી જમીન ફળદ્રુપ, ભરભરી અને પોચી બની હતી. સફેદ મૂસળીને રાસાયણિક ખાતરની જરૂર ન હોય, જીવામૃત અને ધન જીવામૃત માફક આવી જતા ઉત્પાદન પણ સારું થયું હતું. જેથી અમારી આવકમાં પણ વધારો થયો હતો. જીવામૃત અને ઘન જીવામૃત જમીનમાં આપવાથી અળસિયા પણ ખૂબ જ જાવા મળે છે જે જમીન પર પડેલા નકામા કચરાને ઝડપથી કમ્પોસ્ટ કરે છે.
આમ, ધરમપુરના મામાભાંજા ગામના પ્રગ મેળવી અને પ્રાકૃતિક ખેતીને લગતા પુસ્તકો વાંચો ડૂત મીરાબેને આત્મા પ્રોજેકટની તાલીમ .ાની રાહ પકડી હતી અને હાલમાં અન્ય મહિલાઓને તેમજ કૃષિ સખીઓને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું પુણ્યશાળી કાર્ય કરી રહ્યા છે.





