
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પંચાયતની કડમાળ સીટની પેટા ચુંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા તો ફોર્મ ભરી દેવામાં આવેલ છે.ત્યારે કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારે પણ શક્તિ પ્રદર્શન કરી શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.સમસ્ત રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકાઓની સામાન્ય પેટા ચૂંટણી જાહેર થયેલ છે.ત્યારે આ પેટા ચૂંટણીઓને લઈને ભાજપા,કૉંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ હરકતમાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે.જેમાં થોડા સમય પહેલા ડાંગ જિલ્લા પંચાયતની 10-કડમાળ બેઠકનાં ભાજપાનાં જિલ્લા સદસ્ય લક્ષ્મીબેન મોહનભાઈ ચૌધરીનું આકસ્મિક નિધન થતા આ બેઠક ખાલી પડી હતી.જેથી ચૂંટણી પંચ દ્વારા ડાંગ જિલ્લાનાં કડમાળ જિલ્લા સીટની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે.ત્યારે ડાંગ જિલ્લા પંચાયતની કડમાળ આદિજાતિ સ્ત્રી બેઠક માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા એલિશાબેન ગુલાબભાઈ ચૌધરીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવેલ છે.તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા સુબીર મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ પણ ભરવામાં આવ્યુ હતુ.ત્યારે બીજી તરફ ભાજપા પાર્ટી દ્વારા કડમાળ બેઠક માટે ઉમેદવાર તરીકે લતાબેન નાનુભાઈ લોત્યાનાં નામની જાહેરાત કરી હતી.આજરોજ ડાંગ કડમાળ બેઠક માટે ભાજપાનાં ઉમેદવાર લતાબેન લોત્યા(રહે.ઢોંગીઆંબા તા.સુબિર)નાઓએ ભાજપાનાં આગેવાનો સાથે સુબીર મામલતદાર કચેરીએ જઈને ઉમેદવારી ફોર્મ ભર્યું છે.આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન, ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,મહામંત્રી રાજેશભાઈ ગામીત સહિત ભાજપાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..




