સાસણ ખાતે આજે પ્રથમવાર 16 ઓક્ટોબર ને બદલે 7 ઓકટોબરે સફારી ની શુભ શરૂઆત કરવામાં આવી DCF મોહન રામ, સરપંચ સહિત અન્ય આગેવાનો એ લીલી ઝંડી બતાવી જીપ્સી સફારી ની શરૂઆત કરવામાં આવી હતી આ તકે DCF ડો.મોહન રામ દ્વારા પત્રકારો ના યોગ્ય પ્રશ્નો ના જવાબ આપેલ હતા તેઓ શ્રી દ્વારા ઓનલાઈન બુકીગ જંગલ સફારી રૂટ રસ્તા ઓ અને જીપ્સી ડ્રાઈવર અને ગાઈડ ને ટુરિઝમ સિક્યુરિટી અને યોગ્ય માહિતી પ્રદાન થાય તેમજ બહાર ના ટુરિસટો ગીર ની મુલાકાત લેતા થાય પશુ પક્ષી ઓ અને કુદરતી નજારા સાથે એશિયાટિક લાયન વિષે સાચી ને સચોટ માર્ગદર્શન ને માહીતી મલી રહે તેવી યોગ્ય તાલીમ આપવામાં આવે છે આ રિતે અલગ અલગ સફારી રૂટ શરૂ કરવામાં આવે છે આ વખતે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ શ્રી ગીર ની મુલાકાત લેવા ના હોય સાથે સાથે ટુરિઝમ ની અનેક સુવિધાઓ મળવાની હોય આમ આજ રોજ ટુરિસ્ટની સફારી નો મંગલ પ્રારંભ કરાવવામા આવેલ હતો..
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ