હાલોલમાં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી,નગરમાં વીજળી ડૂલ થતા નગરજનો ત્રાહિમામ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૬.૨૦૨૪
હાલોલ નગરમાં આજે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં અસહ્ય ઉકળાટ નો અનુભવ કરી રહેલા નગરજનો ને ગરમી માં આંશિક રાહત મળી છે.આજે દિવસ દરમ્યાન ભારે ઉકળાટ નો અનુભવ થયો હતો ત્યારે રાત્રે સાડા નવ વાગ્યે વાતાવરણ બદલાતા ગાજ વીજ સાથે મેઘરાજા ની પધરામણી થઈ છે. સિઝન નો પહેલો વરસાદ વરસતા ચોમાસાની શરૂઆત થયાનો અહેસાસ નગરજનો ને આજના વરસાદે કરાવ્યો છે.વરસાદ ની શરૂઆત થતા જ વીજ પ્રવાહ ખોરવાઈ જતા નગરમાં અંધારપટ છવાઈ ગયો છે. રાત્રે ખરા સમયે જ વીજ લાઈટો ડુલ થઈ જતા નગરજનો વીજ કંપની ના ત્રાસ સામે રોષ વ્યકત કરી રહ્યા છે. તો બીજી તરફ ઉકળાટ માં ત્રાસેલા વડીલો અને બાળકો એ વરસાદ માં પલડવાનો આનંદ માણ્યો હતો. તો ગાજવીજ સાથે વીજળીના કડાકાઓ આકાશ માંથી જાને કોઈ ફ્લેશ પાડી રહ્યું હોય તેવો પ્રકાશ પડતા અંધારું ગયાબ થતું હોય તેવુ વરસાદી વાતાવરણ થઈ જતા નગરજનો આનંદિત થઈ ઉઠ્યા છે.












