પાલનપુરની જોરાવર પેલેસમાં આવેલી કોટૅ સંકુલ નહિ ખસેડવા હિલચાલ લઈને બાર એસોસિયેશનના વકીલો મેદાનમાં

19 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરની જોરાવર પેલેસમાં આવેલી કોટૅ સંકુલ નહિ ખસેડવા હિલચાલ લઈને બાર એસોસિયેશનના વકીલો મેદાનમાં.પાલનપુર શહેરના મધ્યમાં આવેલું જોરાવર પેલેસ જેમાં કોર્ટ સહિત અનેક જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે અહીં જિલ્લામાંથી વિવિધ ગ્રામ્ય વિસ્તારો માં થી રોજના આશરે ત્રણ હજાર થી વધુ લોકો કચેરીઓના વિવિધ કામ માટે આવતા હોય છે છેલ્લા કેટલાક દિવસોથી આ કોર્ટ સંકુલની કચેરીઓ ખસેડવાની હિલચાલને લઈને પાલનપુર બાર એસોસિએશન ના વકીલો ન્યાય સંકુલ બહાર એક મીટીંગ બોલાવી જેમાં વિવિધ આઠ મુદ્દાઓને લઈને આ જગ્યા નહીં ખસેડવા મુદ્દે ધારાસભ્ય. વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમજ અન્ય સરકારી કચેરીઓમાં રજૂઆત કરી હતી
પાલનપુર જોરાવર પેલેસમાં વર્ષોથી વિવિધ સરકારી કચેરીઓ ચાલી રહી છે જેમાં દૂર દૂરથી આવતા કચેરીના અરજદારો તેમજ અન્ય સરકારી કામોમાં આ કચેરી દરેક લોકો માટે નજીક હોવાથી શહેરના બીજા કામગીરી પણ અનુકૂળતા રહે તેવી આ સેન્ટર પ્રજાજનોમાં માનવામાં આવે છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી આ સરકારી કચેરી શહેર બહાર આઠ કિલોમીટર દૂર લઈ જવાની હિલચાલને લઈને શહેરમાં તેમજ સરકારી કામ કરતા લોકોમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે જેને લઇને પાલનપુર બાર એસોએશન ના પ્રમુખ સતિષભાઈ .એમ ચૌધરી તેમજ મંત્રી પ્રકાશ ધારવા .તેમજ તેમના કારોબારીના જોડાયેલા સુરેશભાઈ પટેલ. વિનોદભાઈ ચૌહાણ. અંકુર જોશી. નીતિક્ષા પટેલ .તેમજ ઉપપ્રમુખ મહાવીર સિંહ ઠાકોર.જેવા અનેક વકીલો પાલનપુર કોર્ટ સંકુલ નહીં ખસેડવા જેવા મુદ્દાઓ નો ઠરાવ કર્યો હતો. જો કે વકીલોના કહેવા મુજબ આ જોરાવર પેલેસ માં તમામ લોક અદાલતો .ફેમિલી કોર્ટ અન્ય કોર્ટ ફાસ્ટ કોટૅઅને સરકારી કચેરીઓ અહીં તમામ આવેલી છે આ જગ્યા ખસેડવાથી આવનારા સરકારી કામકાજ માટે લોકોને પણ આર્થિક .માનસિક ભારણ વધશે જેને લઇને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આ કચેરી નહીં ખસેડવા માટે આઠથી દસ જગ્યાએ રજૂઆતો બાર એસોસિયન દ્વારા ઠરાવ કરી મોકલવામાં તજવીજ કરી છે





