ARAVALLIGUJARATMODASA

મોડાસા શહેરમાં વધતી ચોરીઓ સામે કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર અપાયું – પેટ્રોલિંગ અને વિશેષ ટીમો બનાવવા માંગ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા શહેરમાં વધતી ચોરીઓ સામે કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર અપાયું – પેટ્રોલિંગ અને વિશેષ ટીમો બનાવવા માંગ

 

મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે

છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે.

કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી.આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , ભરતભાઈ ડામોર, અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!