કાલોલ શ્રીમદ્ ભાગવત કથા નો અંતિમ દિવસે પરિક્ષિત મોક્ષ કથા અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્ણાહુતિ
તારીખ ૨૩/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પુ. પા. ગૌ ૧૦૮ શ્રી રાજેશકુમાર મહારાજ, અ.સૌ.રાધીકાવહુજી, અને ચી. અનુગ્રહકુમારની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુધા સત્સંગ મંડળ ખાતે તિલક આરતી કરી પટેલ પાર્ટી પ્લોટ ખાતે પધાર્યા હતા જ્યા તેઓએ વચનામૃત આપ્યા હતા અને કાલોલ ની વૈષ્ણવ સૃષ્ટી ને આશીર્વાદ આપ્યા હતા.ત્યાર બાદ પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા અને પોતાની મધુર વાણીમાં કથા આગળ વધી હતી. જામવંત કથા સુદામા ચરિત્ર અને દત્તાત્રેય ભગવાન નો મહિમા,પરીક્ષિત મોક્ષ, વિજય કથા નુ વર્ણન કર્યું અને ત્યારબાદ કથાની પૂર્ણાહુતી કરાઈ હતી.ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સમસ્ત વૈષ્ણવ સમાજ માટે મહાપ્રસાદી નુ આયોજન કરવામાં આવ્યું હતુ.કથાની રત્ન કણિકાઓ “જેને કોઇ ન સ્વીકારે એને ભગવાન સ્વીકારે”. મલ માસ ને સ્વીકારી પરષોત્તમ માસ નુ નામઆપ્યુ અને પવિત્ર માસ બનાવ્યો. રોકવું ટોકવું જગતનો નિયમ છે.”મૃત્યુ ને સુધારવા માટે ભાગવતજી છે જે મૃત્યુ ને મહોત્સવ બનાવે છે”.