BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર નો યુવાન અમદાવાદ સ્થાયી થયેલ એડવોકેટ અગ્રવાલ વિરલ ને ભારત સરકાર દ્વારા નોટરી લાયસન્સ એનાયત

22 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર શહેરના અગ્રવાલ સમાજ પરિવારના યુવાન અમદાવાદ સ્થાયી બની જાણીતા એડવોકેટ અને યુવા સેક્રેટરી શ્રી અગ્રવાલ વિકાસ મહાસભાના વિરલ અગ્રવાલને ભારત સરકાર દ્વારા નોટરી પ્રેકટીસ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ છે. વિરલ અગ્રવાલને નોટરી લાઇસન્સ મળતા સમાજના અગ્રણીઓ અને વકીલ મિત્રોએ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. અમદાવાદ બાર એસોસીએશન ની કાર્યકારી સમિતિના સભ્ય એડવોકેટ વિરલ રૂપકિશોર અગ્રવાલ પોતાના બિઝનેસ એડવોકેટમાં સંગઠન બનાવીને સક્રિય કામગીરી સાથે નાના મોટા દરેક કેશો પોતાના અભ્યાસ અને બુદ્ધિથી હલ કરવાની સાથે તેઓ યુવા સેક્રેટરી શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા ગુજરાતના રહીને સમાજના વિકાસ માટે અગ્રેસર રહ્યા છે. સાથે તેમના વતનના સ્કૂલોના મિત્રો, સમાજના મિત્રો, કે કોઈપણ વ્યક્તિ પોતાના પ્રશ્નોના હલ માટે તેમને સંપર્ક કરે છે. તો તેઓ મદદ રૂપ બનવા માટે સદાય અગ્રેસર રહે છે. કોઈપણ વ્યક્તિને સચોટ માર્ગદર્શન આપીને સાચી દિશા તરફ જઈને તેનું કામ સરળતાથી થઈ રહે અને કેવી રીતે સંગઠનના માધ્યમથી ઝડપથી કામ થાય અને મજબૂત બની રહે સાથે સતત કાર્યશીલ રહીને આપણે નાના મોટા પ્રશ્નો સમાજ, સોસાયટી, મિત્રો કે કોઈપણ જરૂરિયાત મંદ વ્યક્તિ ને મદદરૂપ બની રહે તેવા ઉત્તમ વિચારો આજના યુવાનોને પ્રેરણા રૂપી સમાન બન્યા છે.

Back to top button
error: Content is protected !!