‘ચરિત્રહીન’ માતાને સજા આપવા પુત્રે 2 વાર દુષ્કર્મ આચર્યું !!!

કળિયુગમાં ન થાય એટલું ઓછું. કળિયુગની પરકાષ્ઠા કહેવાય તેવો ભારે આઘાતનો એક બનાવ સામે આવ્યો છે. દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં 39 વર્ષીય એક શખ્સે આડાસંબંધોની સજા આપવા માટે એક પુત્રે તેની 65 વર્ષની સગી જનેતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સાઉદી અરેબિયાથી પાછી આવ્યાં બાદ મહિલા સાથે આ આઘાતનો બનાવ બન્યો હતો.
65 વર્ષીય પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પુત્રએ દાવો કર્યો હતો કે તે વર્ષો પહેલા તેના લગ્નેત્તર સંબંધ હોવાની શંકાને કારણે તેને “સજા” આપી રહ્યો હતો. વૃદ્ધ મહિલા, તેની 25 વર્ષની પુત્રી સાથે, ફરિયાદ નોંધાવવા માટે હૌઝ કાઝી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો કે તેના પુત્ર, જેની ઓળખ મોહમ્મદ ફિરોઝ ઉર્ફે સુહેલ તરીકે થાય છે, તેણે આ મહિને ઘણી વખત તેના પર હુમલો કર્યો અને જાતીય શોષણ કર્યું હતું.
મહિલાએ જણાવ્યું હતું કે તે 25 જુલાઈના રોજ તેના 72 વર્ષના પતિ અને તેમની પુત્રી સાથે હજ યાત્રા માટે સાઉદી અરેબિયા ગઈ હતી. જ્યારે તેઓ યાત્રા પર હતા, ત્યારે તેના પુત્રએ તેના પિતાના ફોન પર ફોન કરીને તેના પર “ખરાબ ચારિત્ર્ય” હોવાનો આરોપ લગાવ્યો અને માંગ કરી કે તેઓ તાત્કાલિક દિલ્હી પાછા ફરે અને તેને છૂટાછેડા આપે. 1 ઓગસ્ટના રોજ પરિવાર ઘરે પાછો ફર્યો, ત્યારબાદ આરોપીએ તેની માતા પર હુમલો કર્યો અને બીજા દિવસે ફરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તેણે મને મારો બુરખો ઉતારવા માટે મજબૂર કરી અને મને રુમમાં પૂરી દીધી અને માર પણ માર્યો હતો.
મહિલાએ કહ્યું કે 11 ઓગસ્ટના રોજ, જ્યારે તે રાત્રે ઘેર પાછી ત્યારે તેના દીકરાએ તેની સાથે ખાનગીમાં વાત કરવાનો આગ્રહ કર્યો. ત્યારબાદ તેણે તેણીને એક રૂમમાં બંધ કરી દીધી, છરી અને કાતરથી ધમકાવી અને કથિત રીતે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આઘાત અને શરમથી પીડાતી પીડિતાએ તાત્કાલિક ઘટનાની જાણ કરી નહીં અને ડરના માર્યાં તે પુત્રીના રૂમમાં સૂવા લાગી હતી. જોકે આ પછી આરોપીએ ફરી વાર માતા સાથે દુષ્કર્મ આચર્યુ હતું જે પછી પીડિતાએ હિંમત કરીને પોલીસ ફરીયાદ લખાવી હતી.
આ ઘટનામાં પુત્રને એવું લાગતું હતું કે તેની માતા ચરિત્રહિન છે અને સજા આપવા માટે તેણે માતા સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે તરત આરોપી પુત્રની ધરપકડ કરી છે.


