GUJARATKUTCHMUNDRA

ટેટ-1 પરીક્ષા: ફાઈનલ આન્સર કીના 10 દિવસ બાદ પણ પરિણામ જાહેર ન થતા ઉમેદવારોમાં રોષ ; તાકીદે ભરતી પ્રક્રિયા શરૂ કરવા માંગ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ટેટ-1 પરીક્ષા: ફાઈનલ આન્સર કીના 10 દિવસ બાદ પણ પરિણામ જાહેર ન થતા ઉમેદવારોમાં રોષ ; તાકીદે ભરતી પ્રક્રિયા શરૂ કરવા માંગ

 

મુંદરા,તા.27: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બર 2025ના રોજ લેવાયેલી ટેટ-1 ની પરીક્ષાના પરિણામ અંગે હાલ ઉમેદવારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. 17 જાન્યુઆરીએ ફાઈનલ આન્સર કી જાહેર થયાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે. અગાઉના વર્ષોના બોર્ડના રેકોર્ડ અને સામાન્ય પ્રક્રિયા જોતા ફાઈનલ આન્સર કી બાદ 10 દિવસનો સમય પરિણામ તૈયાર કરવા માટે પૂરતો હોય છે અને સામાન્ય રીતે આ સમયગાળામાં પરિણામ જાહેર થઈ જતું હોય છે. આમ છતાં હજુ સુધી પરિણામ જાહેર ન થતા 90000 ઉમેદવારોમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

આ પરીક્ષામાં ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓના આધારે બોર્ડે 10 જેટલા પ્રશ્નોમાં સુધારો કરીને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી છે. હવે જ્યારે આન્સર કી ફાઈનલ થઈ ગઈ છે ત્યારે અમુક અસંતુષ્ટ તત્વો કે કોચિંગ ક્લાસની ખોટી જીદને કારણે પરિણામ અટકાવી રાખવું વ્યાજબી નથી. 150 ગુણની પરીક્ષામાં 10 ગુણના મોટા સુધારા બાદ પણ જે ઉમેદવારો મિનિમમ ક્વોલિફાઈંગ માર્કસ (82 ગુણ) મેળવી શકતા નથી તેમણે વધુ વિવાદ કરવાને બદલે આગામી પરીક્ષાની તૈયારી કરવી જોઈએ જેથી અન્ય પાસ થનારા હજારો ઉમેદવારોનો સમય ન બગડે.

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હાલ 10000 થી વધારે વિદ્યા સહાયકોની જગ્યાઓ ખાલી છે. જો બોર્ડ દ્વારા તાત્કાલિક પરિણામ જાહેર કરવામાં આવે તો જ સરકાર આ ખાલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત આપી શકે તેમ છે. છેલ્લા બે વર્ષથી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો, વાલીઓ અને જાગૃત નાગરિકોની માંગ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ હવે વિલંબ કર્યા વગર પરિણામ જાહેર કરે. પરિણામ બાદ ભરતી પ્રક્રિયામાં પણ સમય લાગતો હોવાથી પ્રાથમિક શિક્ષણના હિતમાં આ કામગીરીને વેગ આપી સત્વરે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે તે અનિવાર્ય છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!