
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના કોસમાળ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ગણેશ ચતુર્થી નિમિત્તે માટીમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવી હતી.શાળાના શિક્ષકોની મદદથી બાળકોએ પોતાની સર્જનાત્મકતા શક્તિનો ઉપયોગ કરીને ગણેજીની સુંદર મૂર્તિઓ બનાવી હતી.આ સાથે જ મૂર્તિઓમાં તુલસી, જામફળ, આમલી, ચીકુ અને આસોપાલવ જેવા વૃક્ષોના બીજ પણ મૂકવામાં આવ્યા હતા, જેથી આ મૂર્તિઓનું વિસર્જન થાય ત્યારે તેમાંથી છોડ ઉગી શકે,શાળાનાં આચાર્ય વિમલ પટેલે જણાવ્યું કે, “આ પ્રવૃત્તિનો હેતુ બાળકોમાં ધાર્મિકતાની સાથે સાથે પર્યાવરણ અને વિજ્ઞાનની સમજ કેળવવાનો છે.અમે બાળકોને શીખવ્યું કે કેવી રીતે એક ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ ભવિષ્યમાં વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી શકે છે.”ગણેશોત્સવ દરમિયાન, વિદ્યાર્થીઓએ પૂરા ભક્તિભાવથી ગણેશજીની સ્થાપના કરી અને તેમની પૂજા કરી. વિસર્જનના દિવસે, બાળકોએ ભારે હૈયે ગણેશજીને વિદાય આપી હતી. આ ઇકો-ફ્રેન્ડલી પહેલ દ્વારા બાળકોને પર્યાવરણની સુરક્ષાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યુ હતુ.શાળાના પરિસરમાં જ આ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ,જેથી તેમાંથી છોડ ઉગી શકે અને ગણેશ ઉત્સવની ઉજવણી સાચા અર્થમાં સાર્થક થઈ શકે..





