કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વેડછા ગામે આર્યા પ્રોજેકટ અંતર્ગત પાણીચા અથાણાં બનાવટની તાલીમ યોજાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ખેડૂતને પોતાની ખેત પેદાશોનાં મૂલ્યવર્ધન થકી વધુ આવક મળી રહે તે હેતુથી ARYA પ્રોજેકટ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા તાજેતરમાં જલાલપોર તાલુકાનાં વેડછા ગામે પાણીચા અથાણાં બનાવવાની તાલીમ યોજાઇ હતી.આ તાલીમ કાર્યક્રમમાં કેરીનાં મોરવાનો બગાડ ન થાય તે માટે મોરવામાંથી આખુ વર્ષ સાચવી શકાય તેવા પાણીચા અથાણાં કેવી રીતે બનાવવા તે અંગે પધ્ધતિ નિદર્શન દ્વારા પ્રાયોગિક શીખવવામાં આવ્યું હતું. આ સાથે ખરી ગયેલ મોરવામાંથી આમચુર પાવડર બનાવવા માટે પણ થીયોરીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં વેડછા ગામની ૩૦ થી વધુ બહેનોએ પાણીચા બનાવટની જાળવણી અને તેના વેચાણ અંગે પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કર્યા હતાં. કેન્દ્રના ગૃહવૈજ્ઞાનિક નિતલ પટેલ અને બાગાયત વૈજ્ઞાનિક ર્ડા.દિક્ષીતા પ્રજાપતિ ઉપસ્થિત રહી બહેનોનાં પ્રશ્નોનાં નિવારણ માટેની વૈજ્ઞાનિક પધ્ધતિ, સામગ્રીનું પ્રમાણ અને તેનાં વેચાણ વ્યવસ્થા અંગે ગુણવત્તા, પેકીંગ અને આકર્ષક લેબલીંગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.



