GUJARATJUNAGADH

કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાની વળતર માટે ઓનલાઇન અરજી કરવા ૧૫ દિવસ કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ

કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાની વળતર માટે ઓનલાઇન અરજી કરવા ૧૫ દિવસ કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ

ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ ગામોમાં ખેતી તથા બાગાયતી પાકોમાં નુકસાની થયેલ. જે નુકસાની નું વળતર ચૂકવવા સરકારશ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર -૨૦૨૫ જાહેર કરેલ છે. જેમાં બીનપિયત, પીયત તેમજ બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂ. ૨૨,૦૦૦/- લેખે મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. ઉક્ત સહાય મેળવવા માટે લાભાર્થી ખેડૂતોએ ગામના VCE/VLE પાસે ઓનલાઇન અરજી કરાવવાની રહેશે. જેમાં ૭-૧૨ ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો, આધાર કાર્ડ, મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ વિગત અને સંયુક્ત ખાતેદારોના કિસ્સાઓમાં ના વાંધા અંગેનો સંમતિ પત્ર સાથે જોડવાનો રહેશે અને ઓનલાઈન અરજી VCE/VLE વિશે મારફત કરવાની રહેશે. આ અરજીઓ ૧૪ નવેમ્બર ૨૦૨૫ થી ૧૫ દિવસ માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના તલાટીમંત્રી, ગ્રામસેવક, વિસ્તરણઅધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે

બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!