ખેલ મહાકુંભ–2025 અંતર્ગત પૂર્વ ઝોન કક્ષાની રસ્સાખેચ (તગ ઓફ વોર) બહેનોની સ્પર્ધાની શરૂઆત ખત્રી વિદ્યાલય, બોડેલી ખાતે કરવામાં આવી હતી. સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ તારીખ 13/12/2025 શનિવારના રોજ યોજાયો હતો.ઉદ્ઘાટન સમારોહમાં તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ નિરીક્ષક શ્રી કે.બી. પાંચાણી, હિતેશવાળા, બોડેલી શાળાના પ્રમુખ તથા મંત્રીશ્રી, મંડળના સભ્યો, છોટાઉદેપુર જિલ્લાના રમતગમત અધિકારી શ્રી વિક્રમભાઈ ભીલ, ઓફિસ આસિસ્ટન્ટ શ્રી વિજયભાઈ બામણીયા અને પરમાર રિદ્ધિબેનની વિશેષ હાજરી રહી હતી.પૂર્વ ઝોન કક્ષાની આ સ્પર્ધામાં દાહોદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, છોટાઉદેપુર, બોટાદ અને ખેડા જિલ્લાના કુલ 145 ખેલાડીઓએ ભાગ લીધો હતો.સ્પર્ધાના પરિણામ મુજબ અબવ 40 વય જૂથમાં ખેડા જિલ્લાની ટીમ વિજેતા બની જ્યારે વડોદરા ગ્રામ્ય ટીમ રનર્સ અપ રહી. જ્યારે અન્ડર 17 વય જૂથમાં દાહોદ જિલ્લાની ટીમ વિજેતા અને છોટાઉદેપુર જિલ્લાની ટીમ રનર્સ અપ બની હતી. આ બંને વિજેતા અને રનર્સ અપ ટીમો હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.આગામી કાલે પૂર્વ ઝોનના 8 જિલ્લાઓ વચ્ચે અબવ 40 અને અબવ 60 વય જૂથની રસ્સાખેચ સ્પર્ધાઓ યોજાનાર છે.