AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૫’નું ઉદ્ઘાટન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૫’નું પ્રજાજનો માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ફ્લાવર શોના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય મહેમાનો સાથે ફ્લાવર શોના વિવિધ ઝોન અને આકર્ષણો નિહાળ્યા. મુખ્યમંત્રીએ ફ્લાવર શોના શિલ્પો અને નમૂનાઓને બિરદાવીને તેનો મહિમા વર્ણવ્યો. આ અવસરે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમિત શાહ, અમિત ઠાકર, કૌશિક જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો’ પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિના સંગમનું અનોખું પ્રદર્શન છે. આ શોમાં ફૂલોના રંગ, માનવીય કલાકારિતા અને પર્યાવરણ જાગૃતિ સાથે પ્રકૃતિપ્રેમી જનતાને મંત્રમુગ્ધ કરવાનું આકર્ષક આયોજન છે.

વર્ષ ૨૦૨૪ના શોમાં આશરે ૨૦ લાખ લોકો હાજર રહ્યા હતા, જ્યારે આ વર્ષે તે સંખ્યામાં વધુ વધારો થવાની અપેક્ષા છે. ગત વર્ષે શોએ ૪૦૦ મીટર લાંબી ફ્લાવર વોલ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.

આ વર્ષે શો ૬ અલગ ઝોનમાં વહેંચાયો છે, જેમાં ૧૦ લાખથી વધુ ફૂલોના નમૂનાઓ, ૫૦થી વધુ પ્રજાતિઓ અને ૩૦થી વધુ શિલ્પો રજૂ કરવામાં આવ્યા છે. ઝોનમાં પ્રકૃતિ, સંસ્કૃતિ, સસ્ટેનીબિલિટી અને ભારતના ભવિષ્ય પર આધારિત આકર્ષક પ્રદર્શન છે.

મુખ્ય મોખરાના આકર્ષણોમાં ‘ઓલિમ્પિક ૨૦૩૬’, ‘વસુધૈવ કુટુંબકમ’, ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’, અને પાદર પર ગ્લોબલ વોર્મિંગ વિરુદ્ધ ઝુંબેશ દર્શાવતો શો શામેલ છે. આ ઉપરાંત ઓડિયો ગાઈડ અને કયુઆર કોડની મદદથી મુલાકાતીઓને શો વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશે.

ફ્લાવર શો દરમિયાન નર્સરી સ્ટોલ, ફૂડ સ્ટોલ અને વિશિષ્ટ સોવેનિયર શોપ પણ ખુલ્લી રાખવામાં આવી છે, જેથી મુલાકાતીઓને એક અનોખી યાદગાર અનુભવ મળે.

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૫’ ૨૨ જાન્યુઆરી સુધી પ્રજાજનો માટે ખુલ્લો રહેશે.

Back to top button
error: Content is protected !!