
નર્મદા જિલ્લા ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન દ્વારા આવેદન : સરકાર માંગો નહીં સ્વીકારે તો ૭ એપ્રિલે માસ સીએલની ચીમકી
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણમાં ફરજ બજાવતા ઇન-સરિ્વસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓની રજુઆતો એસોસિયેશને સરકારને રાજ્યવ્યાપી આવેદનપત્ર આપી વર્ષોથી ઇન-સરિ્વસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓની રજૂઆતો સરકારને કરી છે. આજે નર્મદા જિલ્લા ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાને તેમની પડતર માંગણીઓ સંદર્ભે આવેદન પત્ર આપી માંગો નહીં સંતોષાય તો આગામી ૭ એપ્રિલ માસ સીએલ ઉપર ઉતરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે
આવેદનમાં જણાવ્યા મુજબ તબીબોની લાંબા સમયથી વિલંબમાં પડેલા સેવા સળંગ અંગેના હુકમ તાત્કાલિક બહાર પાડવામાં આવે. લાંબા સમયથી મેડીકલ ઓફિસરનાં પેન્ડીંગ સિનીયોરીટી લીસ્ટ તાત્કાલિક બહાર પાડવામાં આવે ટીકુ સમયસર મળવામાં રહેલ અનિયમિતતા બાબત (વર્ષ૨૦૧૬-૧૭ ના CR ઓનલાઈન ના હોવાથી ઓફલાઈન સ્વીકારી ટીફનો લાભ સમયસર આપવો/ ઔંફલાઈન CR સ્વીકારી ટીકુનો લાભ મંજુર કરવા સરકાર દ્વારા કોમન પરિપત્ર કરવો) કોવિડનાં સમય દરમ્યાન પોતના જીવના જોખમે કામગીરી કરેલ ડોક્ટરને ૧૩૦ દિવસ નો પગર આપવો ડેન્ટલ કોલેજ ખાતે ફરજ બજાવતા ડેન્ટલ સર્જન વર્ગ-૦ર ને મળતા ટીકુનાં લાભની જેમ જ પેરીફેરીમાં સેવા આપતા ડેન્ટલ સર્જન વર્ગ-ર ને ટીકુ નો લાભ આપવો.જુનિયર રેસીડેન્ટ ડોક્ટર/ ટ્યુટર સ્ટાઈપેન્ડ અને બોન્ડેડ/ કોન્ટ્રાક્યુઅલ ડોક્ટરના પગારમાં વિસંગતતા દૂર કરવી. ૨૦૦૬-૨૦૦૯ ના સમયગાળા દરમ્યાન નું NPA ની વસુલાત કરવામાં આવે છે. તે ડોક્ટર એસોશિયેશન તરફ થી કરેલ કોર્ટ કેસમાં ડોકટરના તરફેણમાં જજમેન્ટ આવેલ હોય તેઓની વસુલાત નહિ કરવાનો હુકમ વિભાગ તરફથી કરવામાં આવેલ નથી તે સત્વરે કરવો.CHC ખાતે IPHS 2022 મુજબ નું મહેકમ ઓછામાં ઓછુ ૦૬ રેગ્યુલર તબીબી અધિકારી વર્ગ-ર રાખવું. ત્રીજું ટીકુ જે ૧૯ વર્ષની સેવા બાદ મળતું હોય છે તે જે તે સમયસર મળવું જોઈએ. (૧૫% ની ગણતરી બંધ કરવી). ઇન સરિ્વસમાં અનુસ્નાતક નો અભ્યાસ કરવા જતા ડોક્ટરોને પગાર સાથે અભ્યાસ કરવા મંજુરી આપવી અને અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરેલ ઇન સરિ્વસ તબીબને તાત્કાલિક લાયકાત મુજબ બઢતી આપી વર્ગ-રની જગ્યાઓ સત્વરે ભરવી.મેડીકલ ઓફિસર વર્ગ-૨ની GPSC દર વર્ષે લેવામાં આવે તે પ્રમાણે આયોજન કરવું. વગેરે માંગો સરકાર સમક્ષ મૂકી છે.





