AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ATS અને DRIની ટીમના સંયુક્ત દરોડામાં 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી

શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક બંધ ફ્લેટમાં સોનાનો મોટો જથ્થો અને રોકડ રકમ છુપાવ્યું હોવાની વાત સામે આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને દરોડામાં 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી આવી છે.

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફ્લેટમાંથી એજન્સીઓએ 100 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાના અહેવાલ છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પાલડીમાં શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં બપોરે અઢી વાગ્યે 25 જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ફ્લેટની માલિકી મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓની હોવાનું ખૂલ્યું છે. તેઓ પિતા-પુત્રનો સંબંધ ધરાવે છે. આ તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન અને સોનાનું વજન કરવા ઈલેક્ટ્રિક વજન કાંટા પણ મંગાવવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી હતી.

એજન્સીઓને માહિતી મળી હતી કે, આ ફ્લેટમાં અંદાજિત 100થી 400 કિલો સોનું છુપાવ્યું છે. ત્યારબાદ અહીં ATS અને DRIએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અંદાજિત 100 કિલો સોનું, અન્ય ઘરેણાં અને અંદાજિત રૂ. 70 લાખથી વધુ રોકડ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટનામાં હવાલા વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતા છે. આ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

આ ઘટનામા સામે આવતી માહિતી મુજબ પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાંથી ATS અને DRIની ટીમના સંયુક્ત દરોડામાં 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી આવી છે. આશરે 50 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા મુંબઈના મેઘ શાહ આ ફ્લેટમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. અને સૂત્રોના જણાવ્યા મુજબ મેઘ શાહ શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

DRI અને ગુજરાત ATS ની કાર્યવાહી છેલ્લા 5 કલાકથી જારી છે. મળતી માહિતી મુજબ ભાડાના ફ્લેટમાં લોકોની અવરજવર વધતા સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. ત્યારે DRI અને ATS ની ટીમે આજે બપોરે 2:30 કલાકે દરોડા પડ્યા હતા. જેમાં દરોડામાં 95.5 કિલો સોનું અને 70 લાખ કેશ મળી આવી હતી. ત્યારે મેઘ શાહ નામના શેર દલાલે આવિષ્કાર ફ્લેટનો 104 નંબરનો ફ્લેટ ભાડે રાખ્યો હતો. જોકે સોનું કોનું હતું અને ક્યાંથી આવ્યું હતું એ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!