AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓની ઓળખ થઈ શકે તે માટે પરિવારનાં સભ્યોના DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા શરૂ કરાઇ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓની ઓળખ થઈ શકે તે માટે બીજે મેડીકલ કૉલેજના કસોટી ભવનમાં પરિવારનાં સભ્યોના DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા શરૂ કરાઇ

ડીએનએ ટેસ્ટ થકી મૃત્યુ પામેલાની ઓળખ થઈ શકશે
મૃતકોના નજીકના સગા માતા-પિતા અને બાળકોના DNA સેમ્પલ થી ઓળખ કરાશે
……
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં આવેલા કસોટી ભવન ખાતે પરિવારના સભ્યો જેમ કે માતા – પિતા, ભાઈ , બહેનનું લોહીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ડીએનએ ટેસ્ટની શરુઆત કરાઇ છે.

કસોટી ભવન ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારના સભ્યોનું બ્લડ સેમ્પલ લીધા બાદ ડીએનએ ટેસ્ટ માટે તેને ફોરેન્સિક લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ આપવામાં આવશે.

બીજી બાજુ વિમાન દુઘર્ટનામાં મૃત્યુ પામેલા લોકોનો પણ ડી.એન.એ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ડીએનએનો ફોરેન્સિક ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ બંને ડીએનએ ટેસ્ટના મેચ બાદ દર્દીની ઓળખ થકી તેના પરિવારને ડેડબોડી આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!