પંચમહાલ સહિત ત્રણ જીલ્લાના ખાતરના વેપારીઓની બેઠક ગોધરા સ્વામિનારાયણ મંદિર ખાતે મળી.
તારીખ ૨૨/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ ગોધરા સ્વામિનારાયણ મંદિર ખાતે પંચમહાલ સહિત મહીસાગર અને દાહોદ જિલ્લા ના રાસાયણિક ખાતર,બિયારણ અને જંતુનાશક દવા ના વિક્રેતાઓની પોતાના વિવિધ પ્રશ્નોની રજુઆત માટે એક સંયુક્ત મીટીંગ રાખવામાં આવી જેમાં રાસાયણિક ખાતર ઉત્પાદક કમ્પનીઓ પોતાની પ્રોડકટ યુરિયા સાથે બીજી અન્ય પ્રોડકટો જેની વર્તમાન ચોમાસુ સીઝનમાં કોઈ જરૂરિયાત ન હોય તેવા ખાતરો યુરિયા સાથે ફરજિયાત ટેગીગ કરી વિક્રેતાઓને ખેડૂત વપરાશ માટે આપે છે.ખરેખર આવી ટેગીગ કરી યુરિયા આપવાની ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી તેમજ ખેતી નિયામક દ્વારા તમામ ખાતર ઉત્પાદક કમ્પનીઓ ને સ્પષ્ટ આદેશ કરી ટેગીગ ન કરવાની સૂચના આપેલ છે.તેમ છતાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિ. કમ્પની,સરદાર કમ્પની,ઇફકો કમ્પની નેનો યુરિયા બોટલ ની એક ગાડીએ ચારથી પાંચ પેટીઓ જે વિક્રેતા ને દાનેદાર યુરિયા જોઈએ તેને ફરજિયાત આપે છે.આમ હાલ આ બધી પ્રોડકટો ખેડૂતો ને મજૂરી અને પમ્પ થી છાંટવાની હોવાથી યુરિયા સાથે લેવા પ્રેરાતા નથી આમ વિક્રેતા અને ખેડૂત વચ્ચે ઝગડા અને સંઘર્ષ થાય છે અને કમ્પનીએ જબરજસ્તી વેચવા આપેલ આવી પ્રોડકટો વિક્રેતા વેચે એટલે યુરિયા ની કિંમત વધુ લે વેપારી કાળા બજાર કરે આવી ફરિયાદો સંબધિત કચેરીઓને થાય છે આમ આ બધા પ્રશ્નો ના યોગ્ય નિરાકરણ માટે આજ ની મીટીંગ મા થયેલ ચર્ચા મુજબ ટેગીગ કરી આપે એ પ્રોડકટ અને યુરિયા નહી લેવા કલેકટર,કૃષિ મંત્રી ગાંધીનગર, તમામ ઉત્પાદક કમ્પનીઓને ત્રણેય જિલ્લાના વિક્રેતાઓએ આવેદન પત્ર આપેલ છે.