AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
GPSC ઇન્ટરવ્યૂ મુદ્દે AAP નેતા પ્રવીણ રામનો ખુલાસો: કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા અધિકારીઓ પેનલમાં કેમ?*
પેનલના સભ્યો કોચિંગ સાથે જોડાયેલા હોય તો તે કોચિંગના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ રદ કરો: પ્રવીણ રામ

*GPSCની કામગીરીમાં ભ્રષ્ટાચાર, હસમુખ પટેલના આવ્યા બાદ યુવાનો સાથે અન્યાય વધ્યો: પ્રવીણ રામ*
*કઈ રીતે લેખિત પરીક્ષા કરતા ઓછા માર્ક ધરાવતા ઉમેદવાર પાસ અને વધુ માર્ક ધરાવતા ફેલ?: પ્રવીણ રામ*
*GPSC દ્વારા અમુક વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો અને અમુક વર્ગના વિદ્યાર્થીઓને નુકસાન કરાવવામાં આવ્યું: પ્રવીણ રામ*
*હસમુખ પટેલ હેઠળ GPSCમાં ગેરરીતિ વધી, ISHOના ઇન્ટરવ્યૂ રદ કરવાની માંગ: પ્રવીણ રામ*
*ફૂડ એન્ડ ડ્રગનો ઇન્ટરવ્યૂ રદ થયો તો ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનો કેમ નહિ?: પ્રવીણ રામ*
*GPSCના પ્રશ્નપત્રમાં ભૂલ કરે સરકાર, દંડ ચૂકવે વિદ્યાર્થીઓ?: પ્રવીણ રામ*
*શા માટે સીસીટીવી કેમેરા બંધ કરવાની જરૂર પડી રહી છે?: પ્રવીણ રામ*
*ઇન્ટરવ્યૂ ખતમ થયા બાદ પેનલના મેમ્બરની માહિતી જાહેરમાં મૂકો: પ્રવીણ રામ*
*GPSCની ઇન્ટરવ્યૂ પદ્ધતિથી આર્ટિકલ 14 અને 16નું ઉલ્લંઘન: પ્રવીણ રામ*
*અમદાવાદ/ગુજરાત*
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ લીગલ સેલ પ્રમુખ પ્રણવ ઠક્કર અને પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટ દ્વારા એક ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જીપીએસસીની ઇન્ટરવ્યૂની પ્રક્રિયાને લઈને હાલ વિરોધ ચાલી રહ્યો છે. હાલ જે પદ્ધતિ ચાલી રહી છે તેમાં અમુક વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે અને અમુક વર્ગના વિદ્યાર્થીઓને નુકસાન કરાવવામાં આવી રહ્યું છે, તેવા ગંભીર આક્ષેપો જીપીએસસી પર લાગ્યા છે. આ જે આક્ષેપો આજે લાગી રહ્યા છે તે ફક્ત આમ આદમી પાર્ટી નથી લગાવી રહી પરંતુ વિદ્યાર્થીઓ પણ આક્ષેપો લગાવી રહ્યા છે અને તેના પ્રૂફ પણ આજે અમે આપીશું. અમુક વિદ્યાર્થીઓએ gpscના ચેરમેન હસમુખ પટેલને ટ્વીટર પર જણાવ્યું હતું કે તમારા દ્વારા ફુડ એન્ડ ડ્રગનું ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યું તે ખૂબ જ સારાહનીય બાબત છે પરંતુ ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ ઓફિસરના ક્લાસ ટુ ના તજજ્ઞ વિવિધ કોચિંગ ક્લાસમાં માર્ગદર્શન આપવા માટે ગયા હતા તો તેમનું ઇન્ટરવ્યૂ શા માટે રદ કરવામાં નથી આવ્યું. આ સવાલ વિદ્યાર્થીઓ હસમુખ પટેલને પૂછી રહ્યા છે. સુરતની સંસ્થા જીસીએચએ નામની સંસ્થા કોચિંગ આપે છે આ સંસ્થામાં ઇન્ટરવ્યૂ પહેલા આરએ પટેલ નામના અધિકારી મોક ઇન્ટરવ્યૂ લેવા માટે ગયા હતા અને એ જ અધિકારી ઇન્ટરવ્યૂ પેનલમાં પણ ઉપસ્થિત હતા. આ આક્ષેપો પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને તેના તમામ પુરાવાઓ અમારી પાસે છે.
તો આના પરથી સ્પષ્ટ થાય છે કે આ એક પ્રકારનું કૌભાંડ છે અને તમામ વસ્તુઓ સેટિંગ દ્વારા કરવામાં આવી રહી છે. તો અમારી અને વિદ્યાર્થીઓની માંગણી છે કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં કોઈ તજજ્ઞ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા હોય અને તેના ઇન્ટરવ્યૂ રદ થતા હોય તો આ ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ ઓફિસરના ઇન્ટરવ્યૂ શા માટે રદ નથી થતા? અમારો સવાલ છે કે વિદ્યાર્થીઓની આ માંગણીને લઈને હસમુખ પટેલ ક્યારે આ બાબત પર તપાસ કરશે? અને ક્યારે તેઓ આ ઇન્ટરવ્યૂ રદ કરશે? આજે હું જીપીએસસી પર પણ સવાલ કરું છું. વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો ત્યારબાદ જ કેમ જીપીએસસી જાગે છે અને અત્યાર સુધી વિદ્યાર્થીઓને શા માટે અંધારામાં રાખવામાં આવ્યા હતા? જ્યારે ઇન્ટરવ્યૂ પેનલ ઇન્ટરવ્યૂ ખતમ કરે છે ત્યારબાદ તેમના નામ જાહેર પ્લેટફોર્મ પર કેમ મૂકાતા નથી? જો તમારે ટ્રાન્સપરન્સી જાળવવી હોય તો ઇન્ટરવ્યૂ ખતમ થયા બાદ તેમના નામ જાહેરમાં મૂકી શકાય છે. કારણ કે ગુજરાતની જનતા અને ગુજરાતના યુવાનોને ખ્યાલ આવે કે આ વ્યક્તિ કોણ છે અને કઈ સંસ્થા સાથે જોડાયેલ છે. પરંતુ જીપીએસસી દ્વારા આવું કંઈ કરવામાં આવતું નથી. જો આ ઇન્ટરવ્યૂ રદ થાય તો અમારી માંગ છે કે એ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના જ ઇન્ટરવ્યૂ રદ થવા જોઈએ. કારણ કે બીજા વિદ્યાર્થીઓનો આમાં કોઈ વાંક નથી. જો તમે બધાના ઇન્ટરવ્યૂ રદ કરી નાખો તો ફરીથી મોટી સંખ્યામાં યુવાનો સાથે અને તેમના ભવિષ્ય સાથે ચેડા થયા એમ કહેવાય. માટે અમારી માંગણી છે કે આવી સંસ્થા સાથે જોડાયેલા લોકોના ઇન્ટરવ્યૂ રદ થવા જોઈએ ઇન્ટરવ્યૂ પહેલા કોઈ પેનલમાં બેસે તો એની તમામ માહિતી ચેક થવી જોઈએ કે શું તે કોઈ સામાજિક સંસ્થા કે શૈક્ષણિક કોચિંગ ક્લાસ સાથે જોડાયેલ છે કે નહીં. અગાઉ પણ વિદ્યાર્થીઓ જીપીએસસીની ઘણી કામગીરીથી પરેશાન હતા પરંતુ હસમુખ પટેલના આવ્યા બાદ યુવાનો વધુ પરેશાન થયા છે જેનું આજે અમે એક ઉદાહરણ આપીશું. જીપીએસસી દ્વારા નર્સિંગનું એક 50 માર્કસનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો તેમાં મેક્સિમમ માર્ગ 48 આપવામાં આવ્યા અને ઓછામાં ઓછા માર્ક અઢી માર્ક્સ આપવામાં આવ્યા. જો 10 મિનિટમાં કોઈ વિદ્યાર્થીને આ રીતે માર્ક્સ આપીને પાસ કે ફેલ કરવામાં આવે છે તો લેખિત પરીક્ષાનો કોઈ આધાર અને કોઈ મહત્વ રહેતું નથી.
ચૌધરી વિપુલભાઈ નામના વ્યક્તિએ જીપીએસસીની લેખિતમાં પરીક્ષા આપી અને 430 માર્ક્સ આવ્યા અને તે વ્યક્તિને ઇન્ટરવ્યૂમાં ફક્ત 20 માર્ક્સ આપીને ફેલ કરવામાં આવ્યા. પછી જ્યારે તે વ્યક્તિ યુપીએસસીમાં પરીક્ષા આપે છે ત્યારે તે વ્યક્તિ ઓલ ઇન્ડિયા લેવલ પર 348મો નંબર હાસિલ કરે છે તો હવે સાચા કોને માનવા અને ખોટા કોને માનવા? આવી અનેક ઘટનાઓ જીપીએસસી પર સવાલ ઉભા કરે છે. બીજી એક બાબત કે જીપીએસસી હમણા નવો નિયમ લાવે છે કે એસ.ટી.આઈ પ્રાથમિક પરીક્ષામાં સીસીટીવી કેમેરા બંધ કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા પરંતુ અત્યારે જીપીએસસી દ્વારા એવો તર્ક આપવામાં આવ્યો કે પેપર લીકને રોકવા માટે સીસીટીવીને બંધ કરવામાં આવે છે. સીસીટીવી વગર પણ તમે લોકો પેપર લીક કરો છો તમારે ક્યાં સીસીટીવીની જરૂર છે? જીપીએસસી હાલ એક નવો નિર્ણય લઈને આવી છે કે પ્રશ્નપત્રમાં ભૂલ હોય અને વિદ્યાર્થીએ ભૂલ સુધારવા માટે અરજી કરે તો એક પ્રશ્નદીઠ સો રૂપિયા ચૂકવવા પડશે તો અમારો સવાલ છે કે પેપર સેટર, જીપીએસસીવાળા અને સરકાર દ્વારા જો ભૂલ કરવામાં આવે છે તો તેના માટે વિદ્યાર્થી શા માટે પૈસા ચૂકવે? આ તમારી ભૂલ છે તો તમે સુધારો વિદ્યાર્થીઓ પાસેથી ભંડોળ એકઠું શા માટે કરો છો?
આવી અનેક બાબતો જીપીએસસીની કામગીરી પર શંકા ઉપજાવે છે. જીપીએસસીની આવી કામગીરીથી વિદ્યાર્થીઓના ભાવી પર મોટું સંકટ આવે છે. ઇન્ટરવ્યૂસ સ્કોરિંગમાં જે ડિફરન્સ આવી રહ્યો છે તેના કારણે આર્ટિકલ 14 અને આર્ટીકલ 16નું વાયોલેશન થઈ રહ્યું છે. ઇન્ટરવ્યૂના કારણે ક્લાસ 2ની પરીક્ષામાં જે ઇન્ટરવ્યૂનું વેઇટેજ લેખિત પરીક્ષા કરતાં વધારવામાં આવ્યું છે તે કાયદાકીય રીતે આર્ટિકલ 14નું વાયોલેશન થઈ રહ્યું છે. સાથે સાથે દરેક ઉમેદવારને સરખી ટ્રીટમેન્ટ મળવી જોઈએ તે નિયમનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. માટે જીપીએસસી સમક્ષ અમારી માંગણી છે કે તમારી પદ્ધતિને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે અને અમારી બીજી માંગણી છે કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ ઓફિસરના ઇન્ટરવ્યૂમાં જે તે સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવે. આ સિવાય જ્યારે પણ ઇન્ટરવ્યૂ માટેની પેનલ બનાવવામાં આવે ત્યારે પેનલના મેમ્બરની ચકાસણી ચેરમેન દ્વારા કરવામાં આવે. કારણ કે અધ્યક્ષની જવાબદારી છે કે પેનલનો કયો માણસ કઈ સંસ્થા સાથે જોડાયેલો છે તેની ચકાસણી કરવી. તો જીપીએસસી આ મુદ્દા પર કડક પગલાં નહીં ભરે તો આમ આદમી પાર્ટી આ મુદ્દા પર મોટી લડત લડશે અને યુવાનોને ન્યાય અપાવશે.



