જામનગર મહાપાલીકા ચુંટણીના પડઘમ વાગ્યા — ઉમેદવારીની તક

જામનગર મહાનગરપાલીકાના ચુંટાયેલા સભ્યોની મુદત પુરી થતા હવે આગામી ચુંટણી લગત રાજ્ય ચુંટણી પંચ મતદાર યાદી મતદાન મથક ઇવીએમ ચુંટણી અધીકારીઓ નિમણુંક વગેરે કાર્યવાહીમાં વ્યસ્ત છે
ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એ પોતાની કામગીરી આગળ ધપાવીછે જામનગરના ૧૬ વોર્ડ ૬૪ બેઠક માટે ઉમેદવારી માટે પ્રક્રીયા ખુલ્લી મુકી છે કેમકે જોત જોતામા તો ચુંટણી આવી જશે ગત ટર્મ મા ભાજપે એતિહાસીક બેઠકો હાંસલ કરી છે ત્યારે નો રીપીટ કે વય મર્યાદા કે લાગલગાટ ત્રણ ચુંટણી લડેલા કે યુવા વગેરે માપદંડ રખાય તેવુ બને વળી સ્થાનીક સ્વરાજ્યમા પચાસ ટકા મહિલા અનામત હોઇ ૩૨ બેઠકો ઉપર બહેનો ચુંટણીલડશે તેમજ આ વખતે મેયર પદ જનરલ મહિલા હોઇ ઘણાને ઓરતા જાગે તે પણ સ્વાભાવીક છે.
આ બધી અનેક સ્જોગો શક્યતાઓ વચ્ચે જામનગર ભાજપનીઓફીશીયલ યાદી કહે છે કે,ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર ચૂંટણી પ્રક્રિયા માટેભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર ચૂંટણી પ્રક્રિયામાં૧ એપ્રિલ ૨૦૨૬ સ્વારે ૧૦ થી ૭ ઉમેદવારી માટે ના ફોર્મ શહેર ભાજપ કાર્યાલયથી ઉપલબ્ધ બનશે૨ એપ્રિલ ૨૦૨૬ થી નિરીક્ષકો જામનગર મહાનગર આવી સેન્સ લેશેઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (૧ થી ૧૬ વોર્ડ) ના કોર્પોરેટરની ઉમેદવારી માટે ફોર્મ ૧ એપ્રિલ ૨૦૨૬ સવારે ૧૦ થી ૭ વચ્ચે શહેર ભાજપ કાર્યાલય ખાતે થી ઉપલબ્ધ બનશે. ૨ એપ્રિલ ૨૦૨૬, ૧ થી ૮ વોર્ડ માટે સ્થળ ફ્રેન્ડ્સ હોલ ખાતે, તથા ૯ થી ૧૬ વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા શહેર ભાજપ કાર્યાલય ખાતે સવારે ૯:૩૦ થી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભાજપ મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી જણાવવામાં આવેલ છે.







