CDSCOના પરીક્ષણમાં દેશની 143 દવાઓ ફેલ, ગુજરાતની 10 કંપનીની દવાઓના સેમ્પલ પણ ફેલ

ગુજરાતમાં તમામ પ્રકારનાં બિનકાયદેસર ધંધાનું હબ બનતું જઇ રહ્યું છે. મેડિકલ માફિયાઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરવાનું શરૂ કરી દીધું છે. CDSCOના પરીક્ષણમાં દેશની 143 દવાનો ફેલ જતાં ખળભળાટ મચી ગયો છે. 143 દવાઓમાંથી ગુજરાતની 10 કંપનીની દવાઓના સેમ્પલ ફેલ થઇ ચુક્યાં છે. ડાયાબિટીસ, કાર્ડિયાક એેરેસ્ટ અને કિડનીની દવાના સેમ્પલ ફેલ થયા છે. કેરવિન ફાર્માસ્યુટિકલ, કપ્તાબ ફાર્માસ્યુટિકલ,મેસર્સ સનવિસ ડ્રગ્સની દવા ફેલ થઇ ચુકી છે.
મેડિવિઝન હેલ્થકેર, ડિવાઇન લેબોરેટરીઝ, રેડિયન્ટ પેરેન્ટેરલ્સની દવા ફેલ થઇ ચુકી છે. નેસ્ટ હેલ્થકેર, સોટાક ફાર્માસ્યુટિકલ્સ, ગીડશા ફાર્મા અને નેસ્ટ હેલ્થકેરની દવા ફેલ થઇ હતી. કેન્દ્ર સરકાર હસ્તકની એજન્સીએ પરિક્ષણ કર્યા હતા. જેના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કઈ દવા CDSCO પરિક્ષણમાં ફેલ થઇ હતી.
સોડિયમ બાઈકાર્બોનેટ ઈન્જેક્શનના સેમ્પલ ફેલ થતા ચકચાર મચી ગઇ છે. સોડાકૈબ નામની દવા પણ પરીક્ષણમાં થઈ ફેલ થયા હતા. હિસ્ટા નામની દવાના સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા હતા. આ ઉપરાંત લોરા જેપામ નામની દવા પરીક્ષણમાં ફેલ થઇ હતી. ઇન્ફ્યુઝન સેટ્સ-NV, 37 હેપરિન ઈન્જેક્શ, બુપીવાકેઈન હાઈડ્રોક્લોરાઈડ,રેમીપ્રિલ ટેબ્લેટ, 96 મોન્ટેલુકાસ્ટ સોડિયમ દવા, લેવોસેટીરિઝિન હાઇડ્રોક્લોરાઇડ દવા, બિટામેથાસોન સોડિયમ ફોસ્ફેટ ટેબ્લેટ્સ, મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ દવાના સેમ્પલ ફેલ થયા છે.
લોકો આરોગ્ચ સાથે મેડિકલ માફિયાઓએ કરેલી છેડછાડનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. CDSCOના પરીક્ષણમાં દેશની 143 દવાનો નિષ્ફળ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દેશની 143 દવાઓમાંથી ગુજરાતની 10 દવાઓ પણ નિષ્ફળ જતા ખળભળાટ તો મચી ગયો છે પરંતુ ગુજરાત સરકારની વિવિધ માર્ગદર્શક સિદ્ધાંતો અને આ ડ્રગ કંપનીઓ પર નજર રાખતી ગુજરાત સરકારની એજન્સી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
– રાજ્યમાં ટાઈપ 2 સિટીમાં વપરાતી 10 દવાઓના સેમ્પવ ફેઈલ થયા છે
– ડાયાબિટીસ,કાર્ડિયાક એેરેસ્ટ કિડનીની દવા તરીકે વપરાતી દવાના સેમ્પલ ફેઈલ થઇ ચુક્યા છે.
– કેરવિન ફાર્માસ્યુટિકલની સોડિયમ બાઈકાર્બોનેટ ઈન્જેક્શનના સેમ્પલ ફેઈલ
– કેરવિન ફાર્માસ્યુટિકલની સોડાકૈબ પણ પરીક્ષણમાં ફેઈલ
– કપ્તાબ ફાર્માસ્યુટિકલ્સની હિસ્ટા નામની દવા પણ ફેઈલ
– હિસ્ટા નામની દવા સ્કીન અને એલર્જીક માટેની સારવારમાં વપરાય છે
– મેસર્સ સનવિસ ડ્રગ્સ કંપનીની લોરા જેપામ નામની દવા ફેઈલ
– લોરા જેપામ નામની દવા એન્ઝાઈટી અને અનિંદ્રામાં વપરાય છે
– મેડિવિઝન હેલ્થકેરની ઇન્ફ્યુઝન સેટ્સ-NV નામની દવા ફેઈલ
– ઇન્ફ્યુઝન સેટ્સ-NV નામની દવાનો ઉપયોગ પોષક તત્વો માટે થાય છે
– ડિવાઇન લેબોરેટરીઝ કંપનીની 37 હેપરિન ઈન્જેક્શન પણ પરીક્ષણમાં ફેઈલ
– 37 હેપરિન ઈન્જેક્શન લોહી પાતળુ કરવા માટે ઉપયોગી છે
– રેડિયન્ટ પેરેન્ટેરલ્સ કંપનીની બુપીવાકેઈન હાઈડ્રોક્લોરાઈડ ઈન્જેક્શન ફેઈલ
– બુપીવાકેઇન હાઇડ્રોક્લોરાઇડ ઇન ડેક્સ્ટ્રોઝ ઇન્જેક્શન લોકલ એનેસ્થેટિક છે
– નેસ્ટ હેલ્થકેર કંપનીની રેમીપ્રિલ ટેબ્લેટ પરીક્ષણમાં ફેઈલ
– રેમીપ્રિલ ટેબ્લેટનો ઉપયોગ હાઈબ્લડ પ્રેશરમાં સારવાર માટે થાય છે
– Sotac ફાર્માસ્યુટિકલ્સ કંપનીની 96 મોન્ટેલુકાસ્ટ સોડિયમ ફેઈલ
– Sotac ફાર્માસ્યુટિકલ્સ કંપનીની લેવોસેટીરિઝિન હાઇડ્રોક્લોરાઇડ પણ ફેઈલ
– મોન્ટેલુકાસ્ટ સોડિયમ અને લેવોસેટીરિઝિન હાઇડ્રોક્લોરાઇડ અસ્થમાં માટે વપરાય છે
– ગીડશા ફાર્મા કંપનીની બીટામેથાસોન સોડિયમ ફોસ્ફેટ ટેબ્લેટ્સ સેમ્પલમાં ફેઈલ
– બીટામેથાસોન સોડિયમ ફોસ્ફેટ ટેબ્લેટ્સ આર્થરાઇટિસ,સોજાની સારવાર માટે વપરાય છે
– મેસર્સ નેસ્ટ હેલ્થકેરની મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ પરિક્ષણમાં ફેઈલ
– મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ ડાયાબિટીસની દવામાં વપરાતી દવા છે




