AHMEDABADDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

ચેક રીટર્નનો કેસ ચાલ્યો કોર્ટમાં

જામ -જોધપુર અદાલત દ્વારા ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારાઈ

જામનગર (ભોગાયતા)

જામજોધપુરથી અમારા વિશેષ પ્રતિનીધી અશોક ઠકરારએ એક પ્રેસનોટ સંદર્ભ જણાવ્યો છે કે,જામ -જોધપુર ના રહીશ ડો. આશુતોષ ધીરજલાલ અગ્રવાતે વડોદરા સ્થિત અર્પિત કુમાર હિતેષ ભાઈ બ્રહ્મભટને રૂ. 3,50,000/ અંકે રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા પૂરા હાથ ઉછીના આપેલ જે હાથ ઉછીના લ્હેણા બદલ અર્પિત કુમાર દ્વારા ચેક આપવામાં આવેલ હતો

જે ચેક બેંક માંથી રિટન થતા ડો. આશુતોષ દ્વારા તેમના વકીલ સી. એસ. ગોસ્વામી મારફત જામ- જોધપુર અદાલતમાં ફરીયાદ કરેલ જે કેસ ચાલી જતા ફરીયાદી તરફે રજુ થયેલ પુરાવાઓ સાબિત માની તથા ફરીયાદી વકીલની ધારદાર દલીલો તથા નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી આરોપી નો ગુનો સાબિત માનીને અદાલત દ્વારા એક વર્ષની જેલ સજા અને ચેક મુજબ ની રકમ ચુકવવાનો હુકમ ફરમાવેલ આ કેસમાં ફરીયાદી તરફે જામ -જોધપુર ના એડવોકેટ સી.એસ.. ગોસ્વામી રોકાયા હતા

Back to top button
error: Content is protected !!